
Australia Social Media Ban: ઓસ્ટ્રેલિયામાં હવે તા.10મી ડિસેમ્બરથી 16 વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહિ કરી શકે. નવા નિયમો હેઠળ, પ્લેટફોર્મને સગીરોના એકાઉન્ટ્સ દૂર કરવા પડશે,નહીં તો $33 મિલિયન સુધીના ભારે દંડનો સામનો કરવો પડશે.
આ કાયદાને ઓનલાઈન બાળકોને સુરક્ષિત રાખવા તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન સરકાર બાળકોને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે એક મોટું પગલું ભરી રહી છે.
દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 16 વર્ષથી વધુ વય મર્યાદા લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે 16 વર્ષથી ઓછી ઉંમરના ઓસ્ટ્રેલિયન બાળકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ વાપરી નહી શકે.16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સત્તાવાર રીતે એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રેડિટ, સ્નેપચેટ, થ્રેડ્સ, ટિકટોક, એક્સ, યુટ્યુબ અને ટ્વિચ સહિત કુલ 10 કેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નવા નિયમો હેઠળ મૂક્યા છે.
જો આ કંપનીઓ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જશેતો તેમને 33 મિલિયન યુએસ ડોલર (લગભગ 300 કરોડ રૂપિયા) સુધીનો દંડ થઈ શકે છે.ઓસ્ટ્રેલિયાએ કિશોરોના ખાતાઓની દેખરેખ રાખવા માટે એક ઈ-સેફ્ટી કમિશનરની નિમણૂક કરી છે.
જેઓ ઓસ્ટ્રેલિયાના તમામ પ્લેટફોર્મને નોટિસ મોકલશે અને પૂછશે કે તેમણે કેટલા આવા ખાતા દૂર કર્યા છે.
આ માહિતી સતત છ મહિના સુધી માસિક પૂરી પાડવાની રહેશે.સંચાર મંત્રી અનેકા વેલ્સે જણાવ્યું હતું કે ઉંમર ચકાસણી પ્રક્રિયામાં દિવસો કે અઠવાડિયા લાગી શકે છે, પરંતુ જો પ્લેટફોર્મ નિયમોનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગૂગલ અને મેટા પણ કિશોરોના એકાઉન્ટ્સ દૂર કરવાની તૈયારી શરૂ કરી છે.
ગુગલે જાહેરાત કરી છે કે 10 ડિસેમ્બરથી, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઓસ્ટ્રેલિયામાં યુટ્યુબ એકાઉન્ટ્સમાં લોગ ઇન કરી શકશે નહીં.
આવા વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ્સમાંથી આપમેળે સાઇન આઉટ થઈ જશે.
સાથેજ તેઓએ પ્લેલિસ્ટ અને સેવ કરેલા વિડિઓઝ જેવી સુવિધાઓ પણ ગુમાવશે.
કંપની હવે ડેટા અને અન્ય સંકેતોના આધારે ઉંમર નક્કી કરશે.
આમ,ઓસ્ટ્રેલિયામાં બાળકોના સારા ભવિષ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લોકોએ પણ સમર્થન કર્યુ છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





