
Space: આપણા દેશના મહાન વડાપ્રધાને અવકાશયાત્રીને ગાજરના હલવા અંગેના સવાલ પૂછીને હસીનું પાત્ર બન્યા છે. અવકાશયાત્રીની હાલત અને અવકાશ અંગે કોઈ જ પ્રશ્ન ન પૂછી મોદીએ માત્ર ગાજરનો હલવો દોસ્તમાં વહેચવા અંગે પ્રશ્નો પૂછ્યો હતો. આ સવાલથી મોદીની ભારે ટીકા થઈ રહ્યા છે.
વાસ્તવામાં 28 જૂન, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર પહોંચેલા ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. દરમિયાન હળવા-ફૂલવા અંદાજમાં પૂછ્યું હતું, “તમે તમારી સાથે જે ગાજરનો હલવો લઈ ગયા છો, શું તે તમારા મિત્રોને ખવડાવ્યો?” આના જવાબમાં શુભાંશુ શુક્લાએ ઉત્સાહથી કહ્યું, “હા, પ્રધાનમંત્રીજી, મેં મારા સાથીઓને અલગ-અલગ હલવો ખવડાવ્યો છે.”
જોકે મોદીના હલવાનો પ્રશ્ન પૂછવા પર ઘેરાયા છે. કારણ કે અવકાશયાત્રી સ્પેશમાં હોય ત્યારે ગાજરના હલવાના પ્રશ્ન પૂછાઈ ખરા!, તેમણે અવકાશને લઈ પ્રશ્ન પૂછવા જોઈએ. જોકે તેમણે ખાદ્ય પદાર્થના પ્રશ્ન પૂછ્યો હતો અને માત્ર વાતોના વડા કર્યા. પ્રશ્ન વૈજ્ઞાનિક સિદ્ધિઓ, ટેકનોલોજીકલ પ્રગતિ કે રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરવાને બદલે એક સામાન્ય ઘરેલું વિષય પર કેન્દ્રિત કર્યો. જે આવા ઉચ્ચ સ્તરની વાતચીતમાં બિનજરૂરી છે.
984માં જ્યારે ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા અવકાશમાં પહોંચ્યા ત્યારે ઈંદિરા ગાંધીએ વાત હતી. તેમણે અવકાશયાત્રીને પડેલી મુશ્કેલી સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. અવકાશમાંથી ભારતના દેખાવ અને અન્ય સંબંધિત વિષયો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. ઈન્દિરા ગાંધીએ રાકેશ શર્મા સાથેની વાતચીતમાં “અવકાશમાંથી ભારત કેવું દેખાય છે?” જેવા પ્રશ્ન પૂછ્યા હતા, જે રાષ્ટ્રીય ગૌરવ અને અવકાશ સંશોધનની ભવ્યતાને ઉજાગર કરતા હતા. તેમના પ્રશ્નો વૈજ્ઞાનિક, અનુભવાત્મક અને પ્રેરણાત્મક હતા, જેમણે રાષ્ટ્રની અવકાશમાં પહેલી સફળતાને યોગ્ય રીતે રજૂ કરી. મોદીનો હલવાનો પ્રશ્ન આવી ગંભીરતા અને ઊંડાણનો અભાવ દર્શાવે છે, જે એક ચૂકી ગયેલી તક તરીકે જોવાઈ શકે.
ઈંદિરા ગાંધીએ 1984માં આ પ્રશ્નો પૂછ્યા હતા
“ઉપરથી ભારત કેવો દેખાય છે?”
આ સૌથી પ્રસિદ્ધ પ્રશ્ન હતો, જેના જવાબમાં રાકેશ શર્માએ કહ્યું, “સારે જહાં સે અચ્છા” (એટલે કે, આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ). આ જવાબે રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી અને ભારતીયોમાં ખૂબ પ્રભાવ પાડ્યો.
“અવકાશમાં વજનહીન વાતાવરણમાં તમને કેવું લાગે છે?”
આ પ્રશ્ન રાકેશ શર્માના અવકાશના અનુભવ અને તેમની તાલીમની અસરકારકતા વિશે હતો. શર્માએ જવાબ આપ્યો કે તે અનુભવ સિમ્યુલેટરમાં તાલીમ લેવા જેવો હતો, જે તેમની સઘન તાલીમની અસરકારકતા દર્શાવે છે.
“અવકાશમાં તમારું સ્વાસ્થ્ય કેવું છે?”
આ પ્રશ્ન શર્માની શારીરિક સ્થિતિ અને અવકાશના વાતાવરણમાં તેમની સુખાકારી વિશે હતો, જે અવકાશયાત્રીની સલામતી અને મિશનની સફળતા માટે મહત્વનું હતું
“ધરતી પરના લોકો માટે તમારો કોઈ સંદેશ છે?”
આ પ્રશ્ન દ્વારા ઈન્દિરા ગાંધીએ શર્માને ભારતના લોકો અને વિશ્વ સમુદાય સાથે તેમના અનુભવ અને પ્રેરણાત્મક વિચારો શેર કરવાની તક આપી. આ પ્રશ્ને શર્માના મિશનનું માનવજાતના જ્ઞાન અને પ્રેરણા માટેનું મહત્વ દર્શાવ્યું.
આ તમામ પ્રશ્નો ઈંદિરા ગાંધીએ રાકેશ શર્માને પૂછ્યા હતા. જો કે હાલના વડાપ્રધાન મોદી ગાજરના હલવાની વાત કરી રહ્યા છે. જો વડાપ્રધાન મોદીએ પ્રશ્ન પૂછવામાં ગંભીરતા દાખવી હોત તો આ પ્રશ્નો પૂછી શક્યા હોત.
જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચોઃ
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
મધ્યમ વર્ગને હવે GST માંથી મળી શકે છે મોટી રાહત, 12 ટકા સ્લેબ ખતમ થશે!, આ વસ્તુઓ સસ્તી
GST ને 8 વર્ષ પૂર્ણ થતાં રાહુલે કહ્યું GST આર્થિક અન્યાયનું હથિયાર!, લોકોને હેરાન કરનારી વ્યવસ્થા
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!