
- ચમચી કૌભાંડ: મધ્ય પ્રદેશ સરકારે ₹800માં ચમચી તો 1300 રૂપિયામાં ખરીદ્યો ચમચો
ભારતમાં બીજેપીની આગેવાનીમાં ચાલી રહેલી સરકારોમાં દરેક લેવલે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે આપણે પ્રતિદિવસ અનેક સમાચારો વાંચતા હોઈએ છીએ. પરંતુ હવે મધ્ય પ્રદેશમાં એક અલગ રીતનું કૌભાંડ સામે આવ્યું છે. મધ્ય પ્રદેશની સરકારમાં ચમચી કૌભાંડ કરવામાં આવ્યું છે. આ અંગે મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહે ભાજપ સરકાર પર મોટા કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
રાઘોગઢ વિધાનસભા બેઠકના સતત ત્રણ વખત ધારાસભ્ય રહેલા સિંહે આંગણવાડી અને શાળાઓનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભાજપના ભ્રષ્ટાચારે સરકારી આંગણવાડીઓને પણ બક્ષી નથી. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલને ટાંકીને તેમણે સિંગરૌલી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી.
જયવર્ધને વિધાનસભામાં સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અહીં 800 રૂપિયામાં એક ચમચી ખરીદવામાં આવી હતી. તો 1200 રૂપિયામાં એક જગ અને 1300 રૂપિયામાં ચમચો ખરીદવામાં આવ્યો છે. તેમને સરકાર ઉપર ભ્રષ્ટાચારાના ગંભીર આરોપો લગાવ્યા છે.
अगर हमें प्रदेश की माताओं-बहनों को आत्मनिर्भर बनाना है, तो हमें आंगनवाड़ियों और स्कूल शिक्षा की सच्चाई को समझना होगा!
भाजपा के भ्रष्टाचार ने सरकारी आँगनबाड़ियों को नहीं छोड़ा।
भाजपा सरकार ने सिंगरौली जिले के आंगनवाड़ी केंद्रों में घोटाला किया:
🔴 एक चम्मच ₹800 में खरीदा!
🔴… pic.twitter.com/FZsouqytxx— Jaivardhan Singh (@JVSinghINC) March 12, 2025
1200 રૂપિયામાં જગ અને 1300 રૂપિયામાં ટેબલસ્પૂન
ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધને વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે સિંગરૌલીના આંગણવાડી કેન્દ્રો માટે 1247 રૂપિયામાં એક મોટો જગ અને1348 રૂપિયામાં એક મોટો સર્વિંગ સ્પૂન (ચમચો) ખરીદ્યો છે.
રાજ્યપાલના સંબોધનમાં એક મુદ્દાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમણે વિધાનસભાને જણાવ્યું હતું કે 2024-25માં 355 નવા આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, જ્યારે સત્ય એ છે કે 60થી 70 ટકા આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે.
આ પણ વાંચો- કોંગ્રેસે એલોન મસ્કની કંપની સ્ટારલિંકના એરટેલ અને જિયો સાથેના કરાર પર ઉઠાવ્યા સવાલ








