
Srinagar: શ્રીનગર એરપોર્ટ પર એક સૈન્ય અધિકારીએ સ્પાઇસજેટના ચાર કર્મચારીઓને ખરાબ રીતે માર મારતા હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ પર હાજર લોકોએ આ લડાઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. એક સૈન્ય અધિકારી ફ્લાઇટમાં જવાનો હતો. આ માટે તે એરપોર્ટ પર પહોચ્યો.
સુરક્ષા તપાસ પછી સામાન લઈ જતી વખતે સ્પાઇસજેટના કર્મચારીઓએ તેની પાસે વધારાના સામાન માટે વધારાના પૈસા માંગ્યા. જેથી સૈન્ય અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ઝઘડો થાય છે. જોત જોતામાં આ ઝઘડો લડાઈમાં ફેરવાઈ જાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સૈન્ય અધિકારી પહેલા કર્મચારીને મુક્કો મારે છે અને પછી તેના હાથમાં એક બોર્ડ આવે છે જેનાથી તે કર્મચારીઓ પર હુમલો કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ચારેય કર્મચારીઓ ખરાબ રીતે ઘાયલ થયા છે.
View this post on Instagram
એરલાઈને શું કહ્યું?
સ્પાઇસજેટ એરલાઈને જણાવ્યું હતું કે જ્યારે મુસાફરને વધારાના સામાન માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે હુમલો થયો હતો. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે એક સૈન્ય અધિકારી કુલ 16 કિલો વજનની બે કેબિન બેગ લઈને ગયો હતો, જે સાત કિલોની માન્ય મર્યાદા કરતાં બમણાથી વધુ હતી. જ્યારે સૈન્ય અધિકારીને નમ્રતાપૂર્વક વધારાના સામાન વિશે જાણ કરવામાં આવી અને લાગુ ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશ કર્યો, જે ઉડ્ડયન સુરક્ષા પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. નિવેદનમાં જણાવાયું છે કે CISF અધિકારી દ્વારા તેને ગેટ પર પાછો લઈ જવામાં આવ્યો હતો.
‘નો-ફ્લાય’ યાદીમાં મૂકવું
એરલાઇને જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસમાં FIR નોંધાવવામાં આવી છે અને નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર મુસાફરને ‘નો-ફ્લાય’ યાદીમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!
UP: ગોંડામાં મોટો અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો નહેરમાં પડતાં 11ના જીવ ગયા
RAJKOT: ટ્યુશન ગયેલી 15 વર્ષિય બાળકીનું અપહરણ, બાળકીનો હજુ સુધી પત્તો નહીં
Odisha: 3 શખ્સોએ 15 વર્ષિય બાળકીને સળગાવી દીધી, સારવાર દરમિયાન થયું મોત, જાણો શું છે મોટું કારણ?
Chhota Udepur: રાયસીંગપુરા શાળાના શિક્ષક દંપતિની બદલી થતાં ગ્રામજનોએ કંઈક આ રીતે કર્યું સન્માન, જુઓ