
BJP Gujarat: જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં આતંકી હુમલાની ( Pahalgam terrorists attack ) ઘટના બાદ ભારત પાકિસ્તાન (India and Pakistan ) વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ હુમલામાં આતંકીઓએ ભારતના 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી જે બાદ ભારતે તેનો બદલો લેવા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું છે અને ભારતે આતંકીઓના 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જે બાદ પાકિસ્તાન બોખલાયું હતુ અને સતત ભારત પર ડ્રોન અને મિસાઈલ વળે હુમલાઓ કરી રહ્યું છે પાકિસ્તાને સિઝફાયરની જાહેરાત બાદ પણ હુમલાઓ ચાલુ રાખ્યા છે આ તમામ હાલાત વચ્ચે ભાજપના નેતાએ એવી પોસ્ટ કરી નાખીછે કે જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
BJP ના ગ્રૂપમાં ભાજપના કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રાજકોટના વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજાએ બીજેપીના ગ્રૂપમાં પોસ્ટ મુકી છે જેમાં લખ્યું છે કે, 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, આખુ યુદ્ધ જોવું હોય તો 400સીટ આપવી પડે .(જો આ પાછું નવું આવ્યું).’આ સાથે તેમણે હસતી ઈમોજી મુકી છે. પોસ્ટ વાયરલ થતા અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ શું કહ્યું ?
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને સીઝ ફાયર મુદે બીજેપી નગરસેવક ચેતન સુરેજાની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે મીડિયા સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું કે, આ પોસ્ટ મને સમાચાર માધ્યમો તરફથી આ વાત ની ખબર પડી છે આ ઈમેજ તેઓએ હ્યુમર ઇમેજ તરીકે ફોરવર્ડ થઈને તેઓ પાસે આવતા પોસ્ટ કરી હોવાનું ચેતન સુરેજાએ જણાવી ખુલાસો કર્યો છે. અને પોતે માફી પણ માંગી છે કે આ બાબતે તેઓની ચૂક થઈ છે આ મામલે ચેતનભાઈનો ઇરાદો અન્યથા ન હતો તેમજ આ મામલે અમે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે અને વર્તમાન સમયમાં આવી પોસ્ટ ન કરવી જોઈએ તેમ કહીને ભાજપ કોર્પોરેટરનો બચાવ કર્યો હતો.

વધુ એક કોર્પોરેટરે કરી ચુક
તમને જણાવી દઈએ કે, આવી પોસ્ટ ન માત્ર કોર્પોરેટર ચેતન સુરેજાએ કરી છે પરંતુ અન્ય પણ ભાજપના નેતાઓએ આ પ્રકારની પોસ્ટ કરી તેમજ ફોરવર્ડ કરી રહ્યા હોવાનું કહેવામા આવી રહ્યુ છે. વડોદરામાં વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર છાયા ખરાડી દ્વારા પણ આવી પોસ્ટ શેર કરવામા આવી છે. ત્યારે શું ભાજપના કોર્પોરેટર છાયા ખરાડીથી પણ ભુલથી આ પોસ્ટ થઈ ગઈ હશે ? કે પછી ભાજપના કોર્પોરેટરો અંદરની વાત જાહેર કરી રહ્યા છે ?
આ પણ વાંચોઃ
ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire
ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








