Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

  • India
  • April 16, 2025
  • 2 Comments

Urdu Language: સુપ્રીમ કોર્ટે  મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નગર પરિષદના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને માન્ય રાખતો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભાષા સંસ્કૃતિનો એક ભાગ છે અને તે લોકોને વિભાજીત કરવાનું કારણ ન બનવું જોઈએ. ઉપરાંત ઉર્દૂને “ગંગા-જમુની તહઝીબ”નું ઉત્તમ ઉદાહરણ ગણાવતા,  કોર્ટે તેને ભારતમાં જન્મેલી ભાષા ગણાવી છે.

મહારાષ્ટ્રમાં ઉર્દૂમાં સાઈનોબોર્ડ લગાવતાં થયો હતો વિવાદ

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે પાતુર મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાગડેની અરજી ફગાવી દીધી હતી. અરજદારે સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સ્થાનિક સત્તાવાળાઓ (સત્તાવાર ભાષા) અધિનિયમ, 2022 હેઠળ ફક્ત મરાઠીનો ઉપયોગ થવો જોઈએ. બેન્ચે કહ્યું, “ભાષા કોઈ ધર્મની નથી, તે કોઈપણ સમુદાય, પ્રદેશ અને લોકોની છે.”

સાઈનબોર્ડમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવા માગ હતી, જો કે ફગાવી દીધી

જસ્ટિસ ધુલિયાએ તેમના ચુકાદામાં કહ્યું, “ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી છે અને તેને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટી છે. તે ગંગા-જમુની તહઝીબનું પ્રતીક છે, જે ઉત્તર અને મધ્ય ભારતના સંકલિત સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બંધારણ હેઠળ ઉર્દૂ અને મરાઠી બંનેને સમાન દરજ્જો છે. કોર્ટે કહ્યું કે જો સ્થાનિક લોકો ઉર્દૂથી પરિચિત હોય, તો સાઇનબોર્ડ પર તેનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.

ભાષાનો મૂળભૂત હેતુ વાતચીત, રાજનીતિ નહીં

કોર્ટે એમ પણ અવલોકન કર્યું કે ઉર્દૂ ઘણીવાર મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલી હોય છે, જે વાસ્તવિકતાથી ઘણી દૂર છે. ન્યાયાધીશ ધુલિયાએ કહ્યું, “વસાહતી શક્તિઓએ હિન્દીને હિન્દુઓ સાથે અને ઉર્દૂને મુસ્લિમો સાથે જોડવાની ખોટી ધારણા ઉભી કરી. ઉર્દૂ ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી અનુસૂચિત ભાષા છે અને દેશના લગભગ તમામ રાજ્યોમાં બોલાય છે.” કોર્ટે ભાર મૂક્યો કે ભાષાનો મૂળભૂત હેતુ વાતચીત છે, ઓળખની રાજનીતિ નહીં.

ઉર્દૂ ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા

“આપણે આપણી વિવિધતાનો આદર કરવો જોઈએ અને આનંદ કરવો જોઈએ, ખાસ કરીને ભાષાકીય વિવિધતાનો. 2001 ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 122 મુખ્ય ભાષાઓ અને 234 માતૃભાષાઓ છે. ઉર્દૂ ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી અનુસૂચિત ભાષા છે અને લગભગ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલીક વસ્તી દ્વારા બોલવામાં આવે છે,” ચુકાદામાં કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ

Ram Mandir: રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ FIR, તપાસ ચાલુ

દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar

આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચું, ભાજપ પ્રમુખને કોણે ઉગાર્યા? | Anand

Related Posts

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ
  • August 7, 2025

Udaipur Files: ઉદયપુર જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા થયેલા કન્હૈયાલાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ રિલીઝ થવા ઝઈ રહી છે. આ ફિલ્મ છેલ્લા એક મહિનાથી રિલીઝ ડેટમાં અટવાયેલી હતી.દિલ્હી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 53 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 12 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 30 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી