
Surat Bank employee suicide: ગુજરાતમાં આર્થિક સંકડાણને કારણે વારંવાર આપઘાત લોકો કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે હવે સુરતમાં બેંક કર્માચારીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેણે ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો છે. એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
30 વર્ષિય બેંક કર્મચારી હાર્દિક નારણભાઈ લુખી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતો હતો. તે મૂળ ભાવનગરનો હતો. તેણે જાંબુડાની ડાળ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે ઉઘરાણીવાળાના ત્રાસથી આપઘાત કરી રહ્યો છું. યુવક AU સ્મોલ ફાયનાન્સ બેન્કમાં કામ કરતો હતો. હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બે વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
આપઘાત કરનારના હાર્દિકના પરિવારમાં પત્ની અને બે વર્ષની દીકરી છે. હાર્દિક અડાજણ ખાતે આવેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. ગત 8 ફેબ્રુઆરીના રોજ ઘરેથી બેંક પર નોકરી પર જવાનું કહી નીકળી ગયો હતો. જોકે સાંજ થવા છતાં પણ પરત ફર્યો ન હોવાથી પરિવારજનો દ્વારા શોધખોળ હાથ કરવામાં આવી હતી. ત્યાર તેનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં ઉતરાણ વિસ્તારની કેનાલ નજીકથી મળી આવ્યો હતો. જેથી હાલ ઉતરાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ MahaKumbh: મહાકુંભમાં ભયંકર ટ્રાફિક, કુંભમાં જવું સરળ નથી, યોગીએ શું નિયમ બહાર પાડ્યા?
આ પણ વાંચોઃ Rajkot માં ડબલ મર્ડર: બે ભાઈઓની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા