
Bardoli: સુરત જીલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામમાં કેરીચોરીના આરોપે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના 48 વર્ષીય સુરેશ રામમનોરથ વર્માને પાંચ શખ્સોએ આંબાના વૃક્ષ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું. આરોપીઓએ મૃતક પાસેથી 50,000 રૂપિયાની માગણી પણ કરી હતી. પોલીસે આ ઘટનાના 5 આરોપીઓની ધરપકડ કરી છે.
અકોટી ગામે ખેડૂત રાકેશભાઈ કાંતિલાલ પટેલની આંબાવાડીમાં કેરીનો વેપાર કરવા 6 વેપારીઓ રોકાયેલા હતા. જેમાંથી સુરેશ વર્મા (રહે. અકોટી, મૂળ રહે. પૂરેના ગામ, જુડારા, હનુમાનગંજ, ઉત્તરપ્રદેશ) પર આરોપીઓએ કેરીઓ ચોરીને બારોબાર વેચી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આરોપીઓ આસ્ફાક અબ્દુલ રઉફ રાયન, મોહંમદ ઉમર જિયાઉદ્દીન મનિહાર, યાકુબ અબ્દુલ ગફાર, વિનોદકુમાર ફૂલચંદ અગ્રવાલ અને દશરથ ચુનીલાલ મૌર્યએ સુરેશને આંબાના વૃક્ષ સાથે બાંધીને ઢોરમાર માર્યો હતો. મારથી સુરેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આરોપીઓએ મૃતદેહને ગાડીમાં ભરીને શામપુરા ગામની નહેરમાં ફેંકી દીધો હતો.
આરોપીઓની ધરપકડ
સુરેશના પુત્ર સૂરજ વર્માની ફરિયાદના આધારે બારડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી, પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. બારડોલી DYSP એચ. એલ. રાઠોડે જણાવ્યું કે, આરોપીઓએ સુરેશની પત્ની પાસે ફોન કરી 50,000 રૂપિયાની માગણી કરી હતી. કોલ ડિટેઈલની તપાસમાંથી આરોપીઓની વિગતો મળી, અને પૂછપરછમાં તેમણે ગુનો કબૂલ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃતક આંબાવાડીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, અને આરોપીઓ સાથે તેનો અગાઉ કોઈ ઝઘડો નહોતો.
આગળની કાર્યવાહી
પોલીસે આરોપીઓની ધરપકડ કરી, આગળની તપાસ હાથ ધરી છે. આજે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે.
પાંચ આોરપીઓ
આસ્ફાક અબ્દુલ રઉફ રાયન, (બારડોલીના અહેસાન પાર્કમાં રહેતા અને મૂળ યુપીનો)
મોહંમદ ઉમર જિયાઉદ્દીન મનિહાર (રહે. રાયમ ગામ, તા. બારડોલી, ઈશ્વર નરોત્તમ પટેલની વાડીમાં, મૂળ રહે. બહેતી, જિ. સુલતાનપુર, ઉત્તરપ્રદેશ)
યાકુબ અબ્દુલ ગફાર (રહે. રાયમ, મુળ રહે, ફતેપુર)
વિનોદકુમાર ફૂલચંદ અગ્રવાલ (રહે. રાયમ, મૂળ રહે. નગર પંચાલી કોપરીપુર, ઉત્તરપ્રદેશ)
દશરથ ચુનીલાલ મૌર્ય (હાલ રહે. રાયમ, તા. બારડોલી, મૂળ રહે. બહેતી, ઉત્તરપ્રદેશ)
આ પણ વાંચો:
Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ
મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!
JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?
Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો
Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ
બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War
પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ






