
Surat News: સુરતની સિવિલ હોસ્પિટલની ડિલિવરી રુમમાંથી નવજાત બાળક ચોરી થઈ જતાં ખળભળાટમ મચી ગયો હતો. ત્યારે હવે જાણકારી મળી રહી છે. નવજાત લઈને ભાગી જનાર CCTV કેમેરાની તપાસ કરી મહિલાને ઝડપી લેવામાં આવી છે. ડિલિવરી રુમમાંથી મહિલાએ નવજાતનની રાત્રે ચોરી કરી ભાગી ગઈ હતી.
સુરતની સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 21 માર્ચની રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના ઘટી હતી. બાળક ચોરીની જાણ થતા જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી 200થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતાં, જેમાં એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ રહી હતી.
જે મહિલાને પોલીસ ટીમો દ્વારા દ્વારા ઝડપી લેવામાં આવી છે. મહિલા અને તેના પતિની નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી ઝડપી પાડી હતી. હાલ બંનેને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટા સવાલો પેદા થયા છે.
નવજાત બાળક કોનુ?
સુરતના પાંડેસરા ન્યુ બમરોલી રોડ પર ધીરજભાઈ શુક્લા તેમની પત્ની સંધ્યાને પ્રસુતિની પીડા ઉપડતા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બાળકને વધુ સારવાર અર્થે માતા સાથે છઠ્ઠા માળે જી-1 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યાના સમયે અજાણી મહિલા બાળકને લઈને ગુમ થઇ ગઈ હતી.
આ પણ વાંચોઃ સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવાના પેંતરા નહીં કરી શકો, અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત
આ પણ વાંચોઃ ખંભાતનો દરિયો વધી રહ્યો છે આગળ, માટીની ભેખડો ધસી, કેમ આવું થઈ રહ્યું છે અને શું અસર થશે? |Gulf of Khambhat
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather