
Surat student-teacher love: સુરતના પૂણા ગામમાંથી 25 એપ્રિલ, 2025ના રોજ શિક્ષિકા તેના સગીર વિદ્યાર્થીને લઈ ભાગી જતાં ચકચાર મચી ગઈ હતી. 23 વર્ષિય શિક્ષિકા માત્ર 5માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીને લઈ ભાગી હતી. બંને ચાર દિવસે શામળાજી નજીકથી ચાલુ બસે ઝડપાયા હતા. સુરતની પુણા પોલીસ બંનેને સુરત લાવી પૂછપછ હાથ ધરી હતી. ત્યારે શિક્ષિકા અને 13 વર્ષિય વિદ્યાર્થીએ કબૂલ્યું હતુ કે ચાર દિવસ દરમિયાન શારિરીક સંબંધ બાધ્યા હતા. શિક્ષિકાનું મેડિકલ ચેકપ કરતાં માલુમ પડ્યું હતુ કે તે 5 મહિનાની ગર્ભવતી છે. પોલીસે DNA ટેસ્ટ કરાવ્યા છે. જોકે હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપી દીધી છે.
ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની મંજૂરી માગી હતી. ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુણા પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો. જે રિપોર્ટ પુણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના ડોક્ટરે જણાવ્યું હતું કે, અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયા અને ત્રણ દિવસની ગર્ભવતી છે. જેથી ગર્ભપાત થઈ શકે છે. જે બાદ ગર્ભાવસ્થા સમાપ્તી માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો. ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ સગીર વિદ્યાર્થીની તપાસમાં બહાર આવ્યું છે કે તે બાપ બનવામાં સક્ષમ છે.
ટ્યુસન ક્લાસ લેતી વખતે શિક્ષિકા સગીર વિદ્યાર્થીની પ્રેમમાં પડી

શિક્ષિકા ધોરણ 5માં ભણતાં વિદ્યાર્થીનું ટ્યુશન ક્લાસ લેતી હતી. આ શિક્ષિકા કિશોર વિદ્યાર્થીના છેલ્લા 3 વર્ષથી ક્લાસ લેતી હતી. જે દરમિયાન 23 વર્ષિય શિક્ષિકાને 13 વર્ષિય વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ બંને એક બીજાને પસંદ કરતા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકાના ઘર પણ નજીક આવેલા છે. જેથી બંનેના પરિવારના લોકો સારા સંબંધ હતા. જો કે એકાએક શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી જતાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ બંને પરિવારના સભ્યો પોલીસ મથકે પહોંચ્યા હતા.
વિદ્યાર્થીની પિતાએ નોંધાવી હતી અપહરણની ફરિયાદ

જેમાં વિદ્યાર્થીના પિતાએ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ વિસ્તારના પોલીસે સીસીટીવી પણ તપાસ્યા હતા. જેમાં તે કિશોરને ભગાડીને જતી જોવા મળી હતી. પોલીસ તપાસમાં જણાવા મળ્યુ હતુ કે બંનેને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ફરાર થઈ ગયા હતા. તે શિક્ષિકાએ ટીકીટ પણ ઓનલાઈન બૂક માય શો એપ રજિસ્ટર કરાવી હતી.
ચાલુ બસે પોલીસે શિક્ષિકા અને કિશોરને પકડ્યા

જે બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે શિક્ષિકાનો મોબાઈલ પણ ટ્રેસ કર્યો હતો. જોકે તે બંધ હોવાથી પોલીસને સફળતાં મળી ન હતી. નસીબ જોગ શિક્ષિકા પાસે બે મોબાઈલ હતા. જેમાંથી એક ચાલુ હતો. જે બાદ પોલીસે પરિવાર પાસેથી અન્ય નંબર મેળવી લોકેશન ટ્રેસ કરતાં બંનને શામળાજી નજીકથી ચાલુ બસમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જે બાદ તેમને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હોટલમાં રોકાણ કરતી વખતે વિદ્યાર્થીને ભાઈ ગણાવતી
જાણવા મળી રહ્યું છે કે શિક્ષિકા ઘરેથી જ 35 હજાર જેટલા રૂપિયા સાથે લઈ ગઈ હતી. વિદ્યાર્થી પાસે કપડાં-બૂંટ ન હોવાથી પર્વત પાટિયા વિસ્તારની એક દુકાનમાંથી સામાન ખરીદ્યો હતો અને આ સાથે જ એક ટ્રોલીબેગ પણ ખરીદી હતી. ત્યાર બાદ તે બંને રેલવે સ્ટેશન તરફ રિક્ષામાં આવ્યાં હતાં અને માનસીએ પોતાનો જે જૂનો નંબર હતો એને બંધ કરીને નવું સિમકાર્ડ મોબાઈલ ફોનમાં નાખી દીધું હતું. હોટલમાં રોકાણ કરતા સમયે શિક્ષિકા પોતાનું જ આધારકાર્ડ આપતી હતી. જ્યારે વિદ્યાર્થી અંગે તેનો માસીયાય ભાઈ એટલે કે પિતરાઈ ભાઈ હોવાનું કરી રાત્રીરોકાણ કરી રહી હતી. આ દરમિયાન પણ બંનેએ સંબંધ બનાવ્યા હોવાની કબૂલાત શિક્ષિકાએ કરી છે.
શિક્ષિકા પણ દાવો કર્યો હતો આ ગર્ભ તેને જેના સાથે ભાગી હતી, તે બાળકનો છે. જો કે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. જે રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. જેમાં સાબિત થઈ જશે કે ખરેખર બાળકોનો ગર્ભ છે કે અન્ય કોઈનો. હાલ તો કોર્ટે ગર્ભપાત કરાવવા મંજરી આપી છે. બંનેની કબૂલાતમાં બહાર આવ્યું હતુ કે બંને વારંવાર શારિરીક સંબંધ મનાવતાં હતા. ત્યારે વિદ્યાર્થી પણ બાપ બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી DNA રિપોર્ટ આવ્યો નથી.
આ પણ વાંચોઃ
Vadodara: દીપેન પટેલ હત્યા મામલો, મિત્ર જ હત્યારો નીકળ્યો, ગર્ભવતી પત્ની અને માતાએ સથવારો ગુમાવ્યો!
Ahmedabad: પાલતું કુતરાએ બાળકીનો જીવ લીધો, AMC કૂતરું લઈ ગઈ!
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:








