
Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં મિઠાઈનું વેચાણ કરતાં એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેને લઈને મીઠાઈના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ફરાળી વાનગીઓની દુકાનો પર દરોડા
હાલમાં જ સુરતનાં વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓનું વેચતા એકમો પર આરોગ્ય વિભાગનાં દરોડા પાડવામાં આવ્યા છે. કેમકે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો તેનું સેવન કરતા હોય છે. ત્યારે ગુરુવારે સુરતનાં સેન્ટ્રલ ઝોન અનેરાંદેર સહિત અઠવા ઝોનમાં આરોગ્ય વિભાગ ટીમ દ્વારા 11 એકમો પર સેમ્પલો લેવામાં આવ્યા છે.
માવાનું વેચાણ કરતાં એકમો પર દરોડા
શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવતા હોવાથી આરોગ્ય વિભાગે લોકોના આરોગ્યની સુરક્ષા માટે તપાસ ચાલુ કરી છે. માવાનું વેચાણ કરતાં એકમો પર પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેમકે રક્ષાબંધન હોવાથી લોકો મિઠાઈની ખરીદી મોટા પ્રમાણમાં કરતાં હોય છે.
રક્ષાબંધનમાં મીઠાઈનું મોટા પાયે વેચાણ
આગામી રક્ષાબંધનનાં તહેવારમાં શહેરમાં મોટા પાયે મિઠાઈનું વેચાણ થતું હોવાને કારણે માવાના સેમ્પલો બાદ આજે શહેરનાં સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોન અને અઠવા ઝોનમાં અલગ – અલગ સ્થળો પર આવેલા 11 એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા અલગ – અલગ મિઠાઈનાં સેમ્પલો લઈને રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
વેપારીઓમાં રીતસરનો ફફડાટ
જો કે, મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની છેલ્લા બે દિવસથી સતત માવા બાદ મિઠાઈનાં સેમ્પલો લેવાને કારણે મિષ્ઠાનનું વેચાણ કરતાં વેપારીઓમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો