
આ ઘટનાની શરૂઆત 24 જુલાઈ 2025, ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે થઈ, જ્યારે મુખ્ય 35 વર્ષિય આરોપી પતિ જે વ્યવસાયે ડ્રાઈવર છે અને તમિલનાડુના શૈલેમનો વતની છે, તેણે પોતાની પત્ની પર શંકાના આધારે હુમલો કર્યો. આરોપીને શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતા. આ શંકાને લીધે તેણે પોતાની પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું કાવતરું રચ્યું.
ગુરુવારે રાત્રે આરોપીએ પોતાની પત્નીને લાકડીઓ અને ઢીક્કા-મુક્કીઓથી નિર્દયતાપૂર્વક માર મારવાનું શરૂ કર્યું. આ હુમલાથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ, પરંતુ આરોપીનો ક્રોધ અહીં શાંત થયો નહીં. બીજા દિવસે, 25 જુલાઈ 2025ના રોજ સવારે લગભગ 6 વાગ્યે, આરોપી પતિ અને તેના મિત્ર મહેશ ઉર્ફે પ્રીસ કુમાર ક્ષત્રિય (22 વર્ષ, મજૂર, ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો વતની)એ મહિલાને તેના ઘરની બહારથી જ ઉંચકી લઈને દિનદયાળનગર, રૂમ નંબર 40 પર લઈ ગયા. અહીં બંનેએ મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો, જે માનવતા પર કલંકરૂપ હતો. આટલું જ નહીં, આરોપીઓએ મહિલાને જીવથી મારી નાખવાના ઈરાદે નળિયા વડે તેના માથા પર આડેધડ ઘા માર્યા, જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ.
આ હુમલા બાદ પણ આરોપીઓની ક્રૂરતા અટકી નહોતી. આરોપી પતિએ પોતાના અન્ય બે મિત્રો, વિજય ઉર્ફે કચ્યો ઈશ્વરભાઈ રાઠોડ (29 વર્ષ, ગાડી સર્વિસનું કામ, કાપોદ્રા) અને અપ્પા જગન્નાથ વાઘમારે (39 વર્ષ, રિક્ષા ડ્રાઈવર, મહારાષ્ટ્રના ઔરંગાબાદનો વતની)ને બોલાવ્યા. આ ચારેય આરોપીઓએ મહિલાને રિક્ષામાં બેસાડીને તાપી નદીના કિનારે, પાણીની ટાંકી પાસે લઈ ગયા. ત્યાં તેમણે મહિલાને વધુ માર માર્યો, તેના હાથ-પગ દોરડાથી બાંધી દીધા અને તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો. મહિલા બેભાન થઈ જતાં આરોપીઓ તેને ત્યાં છોડીને ફરાર થઈ ગયા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તેને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી. ભાનમાં આવ્યા બાદ મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. કાપોદ્રા પોલીસે સર્વેલન્સ ટીમ સહિત અલગ-અલગ ટીમો બનાવી, અદ્યતન ટેકનોલોજી અને ઝડપી તપાસના આધારે આરોપીઓના સંભવિત લોકેશન શોધી કાઢ્યા. પોલીસની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓની વિગતો
મુખ્ય આરોપી (પતિ): ઉંમર 35 વર્ષ, વ્યવસાયે ડ્રાઈવર, મૂળ તમિલનાડુના શૈલેમનો વતની. આરોપીની સામે અગાઉ 26 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે તે કાપોદ્રા વિસ્તારમાં કુખ્યાત અપરાધી તરીકે ઓળખાય છે.
મહેશ ઉર્ફે પ્રીસ કુમાર ઉર્ફે મુન્નો ઉદ્દ મહેશ ઓમપ્રકાશ ક્ષત્રિય: ઉંમર 22 વર્ષ, વ્યવસાયે મજૂર, કાપોદ્રાના ક્રિષ્નાનગર સોસાયટી, દિનદયાળનગરની સામે, અમીરાજ પાનના ગલ્લાની બાજુમાં રહે છે. મૂળ વતન ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના રામપુર ગામનું છે.
વિજય ઉર્ફે કચ્યો ઈશ્વરભાઈ રાઠોડ: ઉંમર 29 વર્ષ, વ્યવસાયે ગાડી સર્વિસનું કામ, કાપોદ્રાના દિનદયાળનગર સોસાયટી, લક્ષ્મણનગરની બાજુમાં, ઘર નંબર 311માં રહે છે.
અપ્પા જગન્નાથ વાઘમારે: ઉંમર 39 વર્ષ, વ્યવસાયે રિક્ષા ડ્રાઈવર, કાપોદ્રાના શ્રીરામનગર સોસાયટી, લક્ષ્મણનગરની બાજુમાં, ઘર નંબર 304માં રહે છે. મૂળ વતન મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના બીડ તાલુકાના વાગેશીવની ગામનું છે.
પોલીસ તપાસ તેજ
કાપોદ્રા પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની સામૂહિક બળાત્કાર (કલમ 376D) અને હત્યાના પ્રયાસ (કલમ 307) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને સંભવિત અન્ય સાથીઓની સંડોવણીની શક્યતાઓ પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે. સ્થાનિક લોકો અને મહિલા સંગઠનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Bihar: 1 વર્ષના બાળકે બચકું ભરતાં કોબ્રા સાપે જીવ ગુમાવ્યો, જુઓ પછી બાળકનું શું થયુ?
Savarkundla: BJP ના પૂર્વ કોર્પોરેટરને કેમ ભીખારી બનવાનો વારો આવ્યો?, જુઓ વીડિયો
Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!
Gujarat Heavy Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ એન્જિનનાં વિકાસને “કાદવ”માં ડૂબાડતાં મેઘરાજા
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી