
Surat Teachr Sucide Case: સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડીયાના આપઘાત કેસમાં નવા ખૂલાસાએ ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં આરોપી સગીરની જામીન અરજી દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના 3,000 પાનાંના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, પીડિતા ગર્ભવતી હતી અને આરોપી સગીર સાથેની ચેટમાં શારીરિક સંબંધો અને ગર્ભપાતની વાતો સામેલ છે. આ ખુલાસાએ આ કેસને વધુ જટિલ બનાવ્યો છે. સગીરની જામીન અરજી પણ નામંજૂર થઈ છે.
13 જુલાઈએ કર્યો હતો આપઘાત
કતારગામના નાની વેડ વિસ્તારમાં રહેતી નેનુ વાવડીયાએ 13 જુલાઈ, 2025ની સાંજે પોતાના ઘરમાં પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ નેનુના પિતાએ એક સગીર યુવક અને તેના પિતા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સગીર યુવક નેનુને છેલ્લા છ મહિનાથી હેરાન કરી રહ્યો હતો, શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો અને 30 હજાર રૂપિયાની ખંડણી પણ માગી રહ્યો હતો. આ હેરાનગતિને કારણે નેનુ ડિપ્રેશનમાં હતી. અંતે જીવન ટૂંકાવી લીધુ.
પિતા-પુત્રની ધરપકડ, જામીન નામંજૂર
ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, સગીરની અટકાયત અને તેના પિતાની ધરપકડ કરી. સગીરને જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવ્યો, જ્યારે તેના પિતાને જેલમાં ધકેલવામાં આવ્યા. બંનેએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર થઈ હતી. ત્યારબાદ સગીરે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી, જેની સુનાવણી દરમિયાન FSL રિપોર્ટનો ખુલાસો થયો.
મોબાઈલમાંથી ચોકાવનારા પુરાવા
પોલીસે નેનુનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલ્યો હતો. એક મહિના બાદ મળેલા 3,000 પાનાંના રિપોર્ટમાં નેનુ અને સગીર વચ્ચેની Gmail ચેટની વિગતો સામે આવી. આ ચેટમાં શારીરિક સંબંધો, ગર્ભપાત અને નશીલા પદાર્થો આપવાની વાતોનો ઉલ્લેખ છે. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, નેનુ ગર્ભવતી હતી. આ ખુલાસાએ કેસની ગંભીરતા વધારી દીધી છે.
સગીર શિક્ષાનો બેવાર ગર્ભપાત કરાવ્યો
રિપોર્ટમાં સામેલ એક મેલમાં જે 14 નવેમ્બર 2020ની સાંજે 6 વાગ્યે નેનુએ સગીરને મોકલ્યો હતો, તેમાં લખ્યું હતું, “એક વાત તો ભૂલી જ ગઈ કે જે બે વાર પાપ કર્યું છે ને એ બંનેને નડશે, હું તો જઈશ, પણ તમને એ પણ નડશે.” અન્ય એક મેલમાં નેનુએ ઉલ્લેખ કર્યો, “પછી યાદ છે ઓલા દિવસ ફાર્મમાં ગયા ને બહુ મોટો ઝઘડો થઈ ગયો. તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું દબાવી દીધું હતું.” આ ઉપરાંત, એક મેલમાં નેનુએ લખ્યું, “ખબર છે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા.”FSL રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે, સગીરે નેનુને નશીલા પદાર્થો આપ્યા હતા અને બે વખત ગર્ભપાત કરાવવાની વાત પણ ચેટમાં ઉલ્લેખાઈ છે. આ વિગતોના આધારે નેનુના પિતાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, સગીર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવામાં આવે. વકીલે એમ પણ જણાવ્યું કે, જો સગીરને જામીન આપવામાં આવે તો તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે.
નેનુના પિતાના આક્ષેપો
નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી સગીર દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે સગીરના પિતાને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.
કોર્ટની કાર્યવાહી
ગુરુવારે સેશન્સ કોર્ટમાં સગીરની જામીન અરજીની સુનાવણી દરમિયાન નેનુના પિતાના વકીલે FSL રિપોર્ટની વિગતો રજૂ કરી. તેમણે દલીલ કરી કે, આ રિપોર્ટના આધારે સગીર સામે વધુ ગંભીર કલમો ઉમેરવી જોઈએ અને પોલીસે આ દિશામાં તપાસ કરવી જોઈએ. કોર્ટે સગીરની જામીન અરજી નામંજૂર કરી, અને આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ નિયત કરવામાં આવી છે.
પોલીસની તપાસ
સિંગણપોર પોલીસે FSL રિપોર્ટનું એનાલિસિસ કર્યું છે અને તેના આધારે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટમાં સામે આવેલી વિગતો, જેમાં શારીરિક સંબંધો, ગર્ભપાત અને નશીલા પદાર્થોનો ઉપયોગ જેવી ગંભીર બાબતોનો ઉલ્લેખ છે, તેના આધારે પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!
Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!
Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
UP: દહેજ ના લાવતાં સાસરિયાએ મહિલાને એસિડ પીડાવ્યું,17 દિવસ પછી જે થયું…
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal
Rahul Gandhi: ‘હું રોજ કહુ છું મોદી વોટચોર છે, તો ચૂપ કેમ?, કારણ તે જાણે છે હવે પકડાઈ ગયા’
મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal