
સુરતના માંગરોળ તાલુકામાં વાંકલ ગામ નજીથી બે યુવક-યુવતીના ગળા કપાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો છે.
યુવક બોલી શકે તેવી પણ હાલત નહીં
પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. લોહી લુહાણ મળેલા પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા કરી પોતે આપઘાતનો પ્રાયસ કર્યાની આશંકા સેવાઈ રહી છે. માંગરોળ તાલુકા પોલીસે ઘટના સ્થળેથી ચપ્પુ સહિત યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તેજસ્વીને પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી
આ ઘટનામાં યુવતીનું નામ તેજસ્વી જ્યારે યુવકનું સુરેશ જોગી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા. જોકે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અખિલેશની સમાજવાદી પાર્ટીએ 2 નગરપાલિકાઓ પર પ્રભુત્વ, કાના જાડેજાની આખી પેનલ જીતી
આ પણ વાંચોઃ Statement: ભારતે ચીનને દુશ્મન માનવું બંધ કરવું જોઈએ: સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ
આ પણ વાંચોઃ Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ
આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ