Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

Surat: ગુજરાતમાં ચોરીના અનેક કિસ્સા આવતા હોય છે જેમાં લોકો પોતાના મોજ શોખ પુરા કરવા માટે ચોરી કરતા હોય , કોઈ પોતાની આર્થીક સ્થિતિ સારી ન હોવાથી ચોરી કરતા હોય પરંતું સુરતમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શખ્સે એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી હોવાની ઘટના સામે આવી છે.

 એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી

મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં મંગળવારે બેંકમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપીએ રૂ. 50 લાખથી વધુની રોકડ લૂંટ ચલાવી હતી. મંગળવારે બપોરે ગુજરાત ગ્રામીણ બેંકમાં ધોળા દિવસે બંદૂકની અણીએ 4 લાખ રૂપિયાની લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

લૂંટના સીસીટીવી કેમેરા સામે આવ્યા

સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે લૂંટારુએ બંદૂકની અણીએ ગુનો કર્યો હતો અને પછી ભાગી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ પણ હરકતમાં આવી અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી. જ્યારે પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે આરોપી સફેદ ટોપી પહેરીને બેંકમાં પ્રવેશતો જોવા મળ્યો. બેંકમાં પ્રવેશ્યા પછી, આરોપી સીધો કેશ કાઉન્ટર પર જાય છે. ત્યાં, બંદૂકની અણીએ, તે મહિલા કર્મચારીઓ પાસેથી રોકડ છીનવી લે છે અને મહિલા કર્મચારી અને એક ગ્રાહકને સ્ટ્રોંગ રૂમમાં બંધ કરીને ભાગી જાય છે. પોલીસે તપાસ શરૂ કરી અને 24 કલાકમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને આરોપીને પકડી પાડવાાં સફળતા મળી હતી.

પોલીસે કર્યો ખુલાસો

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે અમે અલગ અલગ ટીમો બનાવીને પિસ્તોલથી બેંક લૂંટની ઘટનાની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ જ આધારે અમે નાજેશ ઉર્ફે બબલુ મોહમ્મદ સનાઉલ્લા શેખની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે તેમની પાસેથી એક પિસ્તોલ અને સાત રાઉન્ડ કારતૂસ જપ્ત કર્યા છે. આ સાથે બેંકમાંથી લૂંટાયેલા લગભગ 3 લાખ 33 હજાર રૂપિયા અને મહિલા કર્મચારીની બેગ પણ મળી આવી છે.

આરોપી એમેઝોન પ્રાઇમ પાર્સલ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો

પોલીસે જણાવ્યું કે એક મહિના પહેલા બિહારના ચંપારણથી બેંક લૂંટવા માટે એક પિસ્તોલ અને સાત કારતૂસ ખરીદવામાં આવ્યા હતા. તેને એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવાની હતી અને તેના માટે તેને 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી. લૂંટ ચલાવવા માટે આરોપીઓએ બે દિવસ પહેલા બેંકની રેકી પણ કરી હતી. બેંકમાં ફક્ત મહિલા કર્મચારીઓ જ હાજર છે. તેથી, તેને લાગ્યું કે તે સરળતાથી લૂંટ ચલાવી શકે છે.

આ પણ વાંચો:

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

  • Related Posts

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
    • October 27, 2025

    Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

    Continue reading
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
    • October 27, 2025

    Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    • October 27, 2025
    • 7 views
    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 2 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 4 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 15 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 9 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 22 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?