Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

  • India
  • May 23, 2025
  • 6 Comments

Indigo flight: દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ ઈન્ડિગો ફ્લાઈટ 6E2142 ને બુધવારે (21 મે, 2025) શ્રીનગર એરપોર્ટ પર તુફાનનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન વિમાનના પાયલોટે તોફાન ટાળવા માટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસે થોડા સમય માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. જો કે ATC એ હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો. જેથી ફ્લાઈટની શ્રીનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી.

ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

મિડિયા અહેવાલો અનુસાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ફ્લાઇટ 6E2142 ના કેસની તપાસ કરી રહ્યું છે, જેમાં હવામાં તીવ્ર ધ્રુજારી આવી હતી.  બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત 220 થી વધુ લોકોને લઈ જતી ફ્લાઇટમાં અચાનક કરા પડ્યા હતા અને પાયલોટે શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને ઈમરજન્સી લેન્ડિંગની જાણ કરી હતી. બાદ સુરક્ષિત રીતે વિમાનને નીચે ઉતારવામાં આવ્યું હતુ.

પાકિસ્તાને હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપી

 જ્યારે વિમાન અમૃતસર ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે પાયલોટે હવામાનને કારણે વિમાનને પ્રતિકૂળ સ્થિતિમાં જોયું અને લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માંગી હતી. લાહોર ATC એ તેને નકારી કાઢી હતી.

 પરવાનગી ન મળવાના કારણે  વિમાનને તે જ રૂટ પર આગળ વધવું પડ્યું જ્યાં તેને હવામાં જોરદાર પવન અને કરા પડવાનો સામનો કરવો પડ્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, પડોશી દેશે ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ભારતે પણ પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.

આ વિમાનમાં ટીએમસીનું પ્રતિનિધિમંડળ હતું

ઈન્ડિગોએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીનગર જતી તેમની ફ્લાઇટ નંબર 6E2142 પર અચાનક કરા પડવા લાગ્યા હતા. એરલાઇને જણાવ્યું હતું કે, “ફ્લાઇટ અને ક્રૂએ નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.  વિમાનમાં તૃણમૂલ કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સવાર હતું, જેમાં ડેરેક ઓ’બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થતો હતો.

વિમાન ભારતમાં ઉડતુ હતું તો પાકિસ્તાન હવાઈ ક્ષેત્રની કેમ જરુર?

દિલ્હી-શ્રીનગર ઈન્ડિગો ફ્લાઈટ (6E2142) ભારતની અંદર જ ઉડાન ભરી રહી હતી, જો કે પયાલોટએ ખરાબ હવામાનને ટાળવા માટે પાયલટે વૈકલ્પિક રૂટ લેવાનું નક્કી કર્યું હતુ. પાકિસ્તાનનું લાહોર એરસ્પેસ ભૌગોલિક રીતે નજીક હોવાથી તે એક સંભવિત રૂટ હતો જે ફ્લાઈટને ટર્બ્યુલન્સથી બચાવી શકે. આવા કેસોમાં, પાયલટ આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક નિયમો મુજબ નજીકના એરસ્પેસનો ઉપયોગ કરવા મંજૂરી માંગે છે, ખાસ કરીને જો તે સલામતી માટે ઝડપી અને અસરકારક હોય.

આ પણ વાંચો:

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

Donald Trump ના માથે ફરી સંઘર્ષવિરામનું ભૂત ધૂણ્યું, ‘સંઘર્ષનો ઉકેલ વ્યવસાયથી લાવ્યો’

ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump

હવે, PM મોદી સાહેબ Blood Donation નહીં કરી શકે…!

‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક

Ahmedabad:  કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ

IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey

Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!

Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Related Posts

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ
  • September 22, 2026

NSUI DUSU Election Defeat: દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણી 2026માં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) ચારેય કેન્દ્રીય બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી. ABVPએ…

Continue reading
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો
  • September 22, 2026

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓમાં વધતી ફી અને નાણાકીય વ્યવસ્થાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એન.વી. અંજરિયાની બેન્ચે 17 સપ્ટેમ્બર 2026ના આદેશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 2 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 4 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 8 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 6 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’