SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?

  • Gujarat
  • January 21, 2025
  • 4 Comments

સુરતમાં શાળાના ત્રાસના કારણે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.  સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. તે ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી હતી. પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે,  કે અમારી દિકરીની ફી બાકી હોવાથી શાળા સંચાલકો દ્વારા બે દિવસ ટોઈલેટ આગળ ઉભી રાખવામાં આવતી હતી. આ મામલે ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ આ મામલે AAP પાર્ટીએ પણ કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ એક ગંભીર મુદ્દા કહ્યું કે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી એક માસુમ દિકરીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે દીકરીના પરિવારે જણાવ્યું તે અનુસાર તે દીકરીને શાળામાં ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તે દીકરીની ફી ભરાઈ ન હતી તેના કારણે તેને બે દિવસ ટોયલેટની બહાર ઉભી રાખવામાં આવી હતી. ત્યારબાદ એ દીકરીને પરીક્ષા પણ ન આપવા દીધી ન હતી. આ રીતે અનેકવાર તેને માનસિક ટોર્ચર કરવામાં આવી, જેના કારણે અંતે તે માસુમ દિકરીએ આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચોઃ પેપર સેટરે વિકલ્પો આપવામાં ભૂલ કરી અને ફી વિદ્યાર્થીઓને ભરાવતી સરકાર!, યુવરાજસિંહે શું કહ્યું?

સાકરિયાએ વધુમાં કહ્યું આપણે બાળકના ભવિષ્ય માટે અને દેશના ભવિષ્ય માટેની વાત કરીને બાળકને શાળામાં મોકલતા હોઈએ છીએ, પરંતુ આપણા બાળકો આજે શાળામાં સુરક્ષિત નથી અને શાળામાં તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે.

તો આમ આદમી પાર્ટીની આ મુદ્દે માંગણી છે કે આ ગંભીર મુદ્દા પર કાયદેસરની કાર્યવાહી થાય, ઊંડી તપાસ થાય અને શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય. અને સાથે સાથે જે પણ વ્યક્તિ આ દીકરીની આત્મહત્યા પાછળ જવાબદાર છે તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એક ઉદાહરણ બેસાડવામાં આવે જેના કારણે ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ કોઈ બાળકને આ રીતે ત્રાસ આપવાનું કોઈ વિચારે પણ નહીં. જો ખાલી દેખાવ પૂર્તિ કાર્યવાહી કરવામાં આવશે તો આ રીતની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.

જુઓ વિડિયોઃ

આ પણ વાંચોઃ SURAT: શાળાએ ફી ભરવા મુદ્દે દબાણ કરતાં ધો. 8 વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો

આ પણ વાંચોઃ Ahmedabad Coldplay Concert: કોલ્ડપ્લે કોન્સર્ટની ટીકિટની કાળાબજારી કરનારો શખ્સ ઝડપાયો

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading

You Missed

Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 3 views
Ahmedabad માં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 10 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 14 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 17 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 28 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 37 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?