
Surat : હાલ રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, લોકો ખાતર માટે વલખા મારે છે ત્યારે કાળા બજારીયાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. ખેતીના વપરાશમાં આવતું નીમ કૉટિંગ યુરિયા ખાતરનો જથ્થો મિલના ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના નાંદેડા ગામે આવેલા મિલના ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. નાયબ ખેતી નિયામકે વૈભવી ટેક્ષ ફેબવેલી પ્રાઈવેટ લિમિટેડના ગોડાઉનમાંથી મોટી માત્રામાં યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
યુરિયા ખાતરની 999 બેગ ઝડપી પાડવામાં આવી
લોકોને દુકાનો પર લાંબી લાઈનો લગાવતાં પણ ખાતર મળતું નથી અને આવા લોકો આવી રીતે કાળાબજારમાં તેનો વેપાર કરે છે. રાજયમાં ખાતરની મોટી અછત વચ્ચે આટલા મોટા જથ્થાનું કૌભાંડ સામે આવ્યું છે. જે વિચાર કરવા જેવી વાત છે. પોતાના ફાયદા માટે આવા લોકો ખેડૂતોને હેરાન કરતાં હોય છે.
જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો
ત્યારે ખેતી નિયામક દ્વારા સરકારી સબસિડી વાળા યુરિયા ખાતરની 999 બેગ ઝડપી પાડવામાં આવી છે. સરકારી યુરિયા ખાતરનો રૂપિયા 2,95,000નો જથ્થો ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નાયબ ખેતી નિયામક લાલજી ઈટાલીયાએ બારડોલી પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ખેતી નિયામકે વૈભવી ટેક્ષના ડાયરેક્ટર સંદીપ ચોક્સી તેમજ યુરિયા ખાતરનો જથ્થો પુરો પાડનાર અવંતા સેલ્સ ઈન્ડિયા અમદાવાદ તેમજ તેના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આ સમગ્ર મામલે બારડોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:
Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા
Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ
Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?
UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી








