Surendranagar: સમગ્ર રાજ્યમાં હાલ ફોર્મ7 ભરીને લાખ્ખો નામ રદ કરવાના થયેલા પ્રયાસો સામે વિપક્ષ દ્વારા ભારે વિરોધ થયો છે ત્યારે આવુજ કઈક સુરેન્દ્રનગરમાં પણ થયું છે.જિલ્લામાં ફોર્મ 7 ભરી મતદાર યાદીમાંથી મતદારોના નામ રદ કરવાના કથિત રીતે ભાજપ સામે આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા, રેલી અને ધરણા યોજી રજૂઆત કરી હતી. આ વિરોધ ચૂંટણી પંચના SIR કાર્યક્રમ અંતર્ગત મોટાપાયે ગોલમાલ કરવાના આરોપ લાગ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા SIR કાર્યક્રમ હેઠળ અમુક ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ન્યાયની માંગ સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા.આ મુદ્દે રાજુદાન ગઢવીએ વધું વિગતો આપી હતી.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા



