Surendranagar Scam: સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોની ‘ખનીજ સંપદા’ની રોજ લૂંટ થઈ રહી છે! ચોકીદાર જ ચોર? હપ્તાની કરોડોની ચેઇનમાં કોણ કોણ ભાગીદાર? જુઓ ચોંકાવનારી હકીકત!

Surendranagar Scam: ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને રાજકીય નેતાઓ સહિત તંત્રની મિલીભગતમાં અહીં કરોડોનો બે નંબરનો ધંધો ફુલ્યો ફાલ્યો છે,તાજેતરમાં જ રૂ.1500નું જમીન કૌભાંડ તો માત્ર નાનકડું ટ્રેલર છે પણ હકીકતમાં ખાણ ખનીજમાં થઈ રહેલા કરોડોના બે નંબરના વહીવટ ક્યારેય બહાર આવ્યા નથી ત્યારે ખાણ માફિયાઓ બિન્દાસ ધંધો કરી રહ્યા છે અને તંત્રને ખિસ્સામાં લઈ ફરી રહયા છે.

સાયસા પંથક બદનામ થઈ રહ્યો છે અને સરકારી સંપદાને લૂંટી રહયા હોવાછતાં તંત્ર કઈ કરી શકતું નથી માત્ર દેખાડા પૂરતી રેડ ક્યારેક કરવામાં આવે છે પણ ધંધો ક્યારેય બંધ થયો નથી.The Gujarat Reportઉપર અમે આ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહયા છીએ.અહીં ખનીજ સંપદા જાહેરમાં લૂંટાઈ રહી છે અને સરકાર કશું કરી શકતી નથી તે વાસ્તવિકતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સાયલાની આસપાસના ગામોમાં ગેરકાયદે ધંધો ફુલ્યો ફાલ્યો છે.સુદામડા, જસાપર, ફોદીયાળી, ગુંદીયાવાડ, પેરાળા, મઢાદ, વડીયા, નથુપરા વગરે ગામોમાં કોઈની પાસે લીઝ નહી હોવાછતાં ગેરકાયદે ખોદકામ થઈ રહ્યાનું કહેવામાં આવી રહ્યું છે.સુદામડાથી સાયલા સુધીમાં 200 ક્વોરી ધમધમી રહી છે જેમાં એક ક્વોરી 2 હજારથી 2500 ટન માલ નીકળે છે જે બરોબાર વહીવટ કરવામાં આવી રહ્યાની વાત છે,નિયમ મુજબ જે ક્વોરી ચાલતી હોય ફુવારો હોવો જોઈએ ત્યાં ફૂવારો પણ નથી.

બીજું કે સાયલાથી સુદામણીનો માર્ગ 10 કિલોમીટરનો છે સાંજે 6 વાગ્યે ધુળનો બની જાય છે.રસ્તો ખરાબ થઈ ગયો છે. ખોરીયાળી ગામને ભારે તકલીફ પડે છે અને આસપાસના ખેતરોમાં પાક થતો નથી. તેથી ખેતીને અસર થઈ રહી છે પણ કોઈની વાત ધ્યાને લેવામાં નહિ આવતી હોવાનું કહેવાય રહ્યું છે.

આ ધંધા માટે દર મહિને કરોડો રૂપિયાના હપ્તાની ચેઇન ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે ત્યાંના સ્થાનિક જાગૃત અગ્રણી રાજુભાઇ કરપડા સાથે વાત કરી વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.આ અત્યંત ગંભીર સ્ટોરી માટે The Gujarat Report ઉપર કરાયેલું સચોટ વિશ્લેષણ જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!
  • March 23, 2026

Tata: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવરામભાઈ વાલા (દેવરામ કાકા) હાલમાં ટાટા કેમિકલ્સ લિમિટેડ (મીઠાપુર) વિરુદ્ધ ઉપવાસ આંદોલન પર ઉતર્યા બાદ તેઓને બળજબરી પૂર્વક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ અને તેમનું ઉપવાસ…

Continue reading
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!
  • March 23, 2026

Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 3 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 12 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 16 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ