
Surendranagar:સુરેન્દ્રનગર જીલ્લોએ ગુન્હાખોરીનું હબ બની રહ્યો છે સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોમ્પ્લેક્ષના ધાબા પર એક પરણીતા સાથે સામુહીક પાંચ લોકોએ દુષ્કર્મ આચરતા તેનું મોત થયું છે આ મામલે ફરિયાદ દાખલ થતા પોલીસએ cctv ના આધારે એક આરોપીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
સામુહિક દુષ્કર્મ પીડિતાનું મોત
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લો જાણે ગુન્હાખોરીનું હબ હોય તેમ રોજબરોજ ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગત તારીખ 7 ઓગસ્ટના 24 કલાકના અરસામાં શહેરમાંથી ચાર બીન વારસી શંકાશપદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પ્લેક્ષના ધાબા પર એક મહિલાની લાશ પણ શંકાસ્પદ હાલતમાં મળી હતી. આ મામલે તપાસમાં મહિલા સુરેન્દ્રનગર જીલ્લાના એક ગામની હોવાનો ખુલાસો થયો હતો આ મામલે પરિવારને જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો અને પીડિતાના પરીવાર જનોએ મૃતદેહની હાલત જોતા શંકા દર્શાવી હતી અને પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
પોલીસે શું ખુલાસો કર્યો?
આ મામલે DYSP નિકુંજ પટેલે જણાવ્યું હતુ કે, શહેરની બી. ડીવીઝન પોલીસને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ધાબા પર એક યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોહોચી હતી અને યુવતીની લાશ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે પ્રથમ સીવીલ હોસ્પિટલ માં મોકલી આપી હતી અને ત્યાર બાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપી તપાસ હાથ ધરી હતી અને આજુબાજુના દુકાનોના CCTV ચેક કરતા એક યુવક આ મરણ જનાર પરણીતાને ઉપાડી રાતના સંમયે કોમ્પ્લેક્ષના ધાબા પર લઇ જતો જોવા મળ્યો હતો જેથી પોલીસે બાતમીદારોને આ અંગે તપાસ કરવા જણાવતા આ cctv માં દેખાતો યુવક પ્રકાશ મનાભાઇ પરમાર હોવાનું ફલિત થતા પોલીસે આ આરોપીને પકડીને આકરી પુછપરછ કરતા બીજો આરોપી જુમા ફકીરભાઈ ભાદાણી હોવાની માહિતી મળી હતી તેમજ દુષ્કર્મ આચરવામાં અન્ય ત્રણ સહિત પાંચ લોકોએ કોમ્પ્લેક્ષના ધાબા પર લઈ જઈ પરણીતા સાથે દુષ્કર્મ આચરી મોત નિપજાવવાનો ગુન્હો દાખલ કર્યો હતો અને નાશી છુટેલા ચાર આરોપીઓને પકડવા જાળ બિછાવી છે.
આરોપીઓ સામે ફિટકારની લાગણી
સુરેન્દ્રનગર શહેરના ભરચક બસ સ્ટેન્ડ નજીક રાતના સંમયે પરણીતાને કોમ્પ્લેક્ષ ના ધાબા પર લઇ જઇ સામુહીક દુષ્કર્મ આચરી મોત નિપજાવતા હાલ પોલીસના પેટ્રોલીંગના દાવાઓ પર સવાલો થઈ રહ્યા છે. પાંચ કે તેથી વધુ તેના પરથી પોલીસ હવે પડદો પાડશે પરંતુ પરણીતા સાથે પાંચ લોકો આરોપીઓએ સામુહીક દુષ્કર્મ આચરી મોત નિપજાવતા સમગ્ર પંથકમાં આરોપીઓ સામે ફીટકાર વરસી રહ્યો છે.
આ પણ વાંચો
Surat: અર્ધનગ્ન હાલતમાં 60 ફૂટ ઉંચા ઝાડ પર કેમ ચઢી મહિલા? ભારે જહેમત બાદ ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
UP News: દીકરી બે વાર ઘરેથી ભાગી, બદનામીથી નારાજ પિતાએ આપ્યું ભયાનક મોત








