
Sydney Attack: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઉત્સવ મનાવી રહયા હતા તે વખતે તેઓ ઉપર થયેલા આતંકી હુમલામાં પ્રાથમિક વિગતોમાં 10ના મોત થયા હતા બાદમાં આ મૃત્યુઆંક વધીને 16 થયો છે.
મૃતકોમાં એક 10 વર્ષની બાળકી સહિત એક ઇઝરાયેલી નાગરિકનો પણ સમાવેશ થાય છે,આ હુમલામાં 45 લોકોને ઇજાઓ થઈ છે જેઓ સારવાર હેઠળ છે,દરમિયાન પોલીસ તપાસમાં હુમલાખોરો પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું છે અને બન્ને આતંકી પાકિસ્તાની મૂળના હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.
50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીદ અકરમે યહૂદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી દરમિયાન દરિયાકિનારે એકત્ર થયેલા લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું હતું,24 વર્ષનો આતંકી નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે અને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોવાની વિગતો સામે આવી છે
પોલીસે જણાવ્યું કે 50 વર્ષીય સાજિદ અકરમને ઘટનાસ્થળે પોલીસની ગોળી વાગતા તેનું મોત થયુ હતું જ્યારે 24 વર્ષનો તેનો પુત્ર નવીદ અકરમ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે,આમ,પિતા-પુત્રએ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.આ ઘટના બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પ્રતિક્રિયા સામે આવી છે, તેઓએ આ હુમલા માટે ઓસ્ટ્રેલિયન સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી હતી.
નેતન્યાહુએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને ચેતવણી આપી હતી કે સરકારની નીતિઓ દેશમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે,નેતન્યાહુના કહેવા મુજબ તેઓએ અગાઉ 17 ઓગસ્ટે પત્ર લખીને અલ્બેનીઝને તેની જાણકારી પણ આપી હતી.આમ,યહૂદીઓની સલામતી માટે અગાઉથી પગલાં ભરવા સાવચેતી દાખવવા જણાવ્યું હોવાનો દાવો કર્યો હતો.
ગતરોજ રવિવારે ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ ઉપર હનુક્કા તહેવાર મનાવી રહેલા લોકો પર બે આતંકીઓએઆડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં 16 લોકોના મોત થઈ ગયા હતા,આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
પોલીસે કરેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પિતા-પુત્ર જ્યારે તેના ઘરેથી નીકળ્યા ત્યારે ઘરના સભ્યોને કહ્યું હતું કે તેઓ સધર્ન સી-કોસ્ટ પર માછલી પકડવા (ફિશિંગ) માટે જઈ રહ્યા છે.બીચ ઉપર થયેલા આતંકી હુમલા બાદ જ્યારે પોલીસે સિડનીના પશ્ચિમમાં બોનીરિગ સ્થિત નવીદના ઘરને ઘેરી લીધું ત્યારે આ વિગતો સામે આવી હતી.
નવીદની માતા વેરેનાએ મીડિયાને જણાવ્યું કે તેનો પુત્ર બેરોજગાર હતો,તેણે રવિવારે સવારે છેલ્લીવાર પરિવાર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તે વીકએન્ડ પર તેના પિતા સાથે જઈ રહ્યો છે,આમ,પાકિસ્તાન મૂળના પિતા પુત્રએ આતંકી ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?





