
Viral Video: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક સમયે જે વિપક્ષ પર તાલિબાનને બેશરમીથી ટેકો આપવાનો આરોપ લગાવ્યો હતો અને ફરીયાદ પણ થઈ હતી
હવે,એ જ ભાજપ છે કે તેઓ તાલિબાન નેતાની સરભરા કરી રહ્યું છે જે મામલે યુઝર્સ ભાજપ સામે સોશ્યલ મીડિયામાં સવાલો કરી રહયા છે અને યોગી આદિત્યનાથના તાલિબાન વિરોધી જુના વીડિયો અપલોડ કરી તેમને યાદ અપાવી રહયા છે કે બતાવવાના જુદા અને ચાવવાના જુદા…આવા ડબ્બલ સ્ટાન્ડર્ડ કેમ?
धीरे धीरे सबके भरम टूटेगें !pic.twitter.com/vXXHNsss3o
— Hansraj Meena (@HansrajMeena) October 11, 2025
તાલિબાન સરકારના મંત્રી અમીર ખાન મુત્તાકી હાલ ભારતના પ્રવાસે છે અને ભાજપ સરકાર દ્વારા તેઓનું લાલ જાજમ બિછાવી સ્વાગત અને સરભરા કરાઈ છે ત્યારે ભૂતકાળમાં તાલિબાનોની ફેવર કરનાર વિપક્ષ નેતા સામે કાયદેસરની કાર્યવાહી કરનાર સરકાર ભેખડે ભરાઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર તાલિબાનના એક મંત્રીની મુલાકાત વિશે પોસ્ટ કરી છે, જેમાં એક તરફ વિદેશમંત્રી એસ. જયશંકર તાલિબાની નેતા એવા અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તકીનું સ્વાગત કરતા દેખાય છે અને બીજી તરફ યોગીજી તાલિબાની નેતાઓને સમર્થન કરનારાઓ સામે કટાક્ષ કરતા દેખાય છે આ દ્રશ્યો જનતા સામે રિપટ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.
હાલતો યોગી આદિત્યનાથના ભૂતકાળના આ નિવેદનો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહયા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તે વખતે રાજ્ય વિધાનસભામાં પોતાના સંબોધન દરમિયાન પોતાના વિરોધીઓ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, પરંતુ કેટલાક લોકો બેશરમીથી તાલિબાનને ટેકો આપી રહ્યા છે. પણ હવે ખુદ ભાજપ જ જ્યારે તાલિબાન નેતા માટે લાલ જાજમ પાથરે છે ત્યારે થુકેલું ચાટવું પડે તેવો ઘાટ સર્જાયો છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બર્કે તાલિબાનના સમર્થનમાં એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે તાલિબાનની તુલના સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે તાલિબાને દેશને આઝાદ કરાવ્યો હતો.
આ પછી, શફીકુર રહેમાન બર્ક સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં તાલિબાન જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.
જોકે,હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને ભાજપ સરકાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી માટે સમર્થનમાં આવી ગયા છે અને જોરદાર સરભરા શરૂ થઈ છે
ગઈકાલે શનિવારે સહારનપુરમાં દક્ષિણ એશિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાઓમાંની એક દારુલ ઉલૂમ દેવબંદની પણ મુત્તાકી એ મુલાકાત લીધી હતી.
મુત્તાકીની ઉત્તર પ્રદેશની મુલાકાતને લઈને રાજકારણ હવે તેજ બન્યું છે. સંભલના સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની ઉત્તર પ્રદેશની મુલાકાતને લઈને રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જે સરકાર દ્વારા તાલિબાનના સમર્થનમાં નિવેદનો આપવા બદલ તેમના પક્ષના નેતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી તે જ સરકાર હવે તાલિબાન મંત્રીને સુરક્ષા પૂરી પાડી રહી છે અને સરભરા કરી રહી છે આમ હાલમાં બિહારમાં ચૂંટણી દરમિયાન આ મુદ્દો ગરમાયો છે.
આ પણ વાંચો:








