
Telangana tunnel collapse: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં SLBC ટનલમાં એક મોટી દુર્ઘટના બની છે. ટનલની છતનો ત્રણ મીટર ભાગ તૂટી પડ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે સવારે અમરાબાદ મંડળના ડોમલપેંટા નજીક બની હતી. SLBC ટનલ પ્રોજેક્ટનું કામ ઝડપી પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે આ ઘટના બનતાં શ્રમિજીઓના જીવ તાળવે ચોંટ્યા છે.
જાણકારી અનુસાર સવારે લગભગ 8:30 વાગ્યે માટીનો કાટમાળ પડવા લાગ્યો હતો. જેના કારણે પહેલી શિફ્ટમાં કામ કરતા 50 કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 43 કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. જો હજુ 7 કામદારો ટનલમાં જ ફસાયેલા છે. જેમને રેસ્કયૂ ટીમ દ્વારા બહાર લાવવાા પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઘટનામાં ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સુરંગના એન્ટર પોઈન્ટથી લઈ 14 કીમી અંદર બની છે.
SLBC ટનલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શ્રીશૈલમ પ્રોજેક્ટના બેકવોટરમાંથી પાણી વાળીને દુષ્કાળગ્રસ્ત નાલગોંડા જિલ્લામાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ SLBC સુરંગમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને બચાવ કામગીરીને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો. એક નિવેદનમાં, તેલંગાણાના સીએમઓએ જણાવ્યું હતું કે ટનલની છત તૂટી પડવાની માહિતી મળતાં જ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ચેતવણી આપી હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર, એસપી, ફાયર સર્વિસ વિભાગ, હાઈડ્રાને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત પગલાં લેવા આદેશ આપ્યો છે..
દરમિયાન, મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડી તાત્કાલિક ખાસ હેલિકોપ્ટરમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે. અને સિંચાઈ વિભાગના સલાહકાર આદિત્યનાથ દાસ સાથે બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓ પાસેથી ટનલની છત તૂટી પડવાના કારણ અંગે જવાબદાર અધિકારીઓ પાસે જવાબ માગ્યા છે. તેમણે અધિકારીઓને ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?
સુરંગની અંદર ફસાયેલા કામદારો
ગુરજીત સિંહ (પંજાબ)
સનિત સિંહ (જમ્મુ અને કાશ્મીર)
શ્રીનિવાસુલુ (ઉત્તર પ્રદેશ)
મનોજ રૂબેના (ઉત્તર પ્રદેશ)
સંદીપ (ઝારખંડ)
સંતોષ (ઝારખંડ)
જટકા હીરન (ઝારખંડ)
https://youtu.be/FEo-pHb4IlE?si=XFG7B6Fsv5Y0HOVH