Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO

દિલીપ પટેલ

અમદાવાદ, 24 એપ્રિલ 2025

Terrorism Shahid Kuber Boat: પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં. પીબીઆર 2342ના માલિક વિનુભાઈ મસાણીની માલિકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની ‘કુબેર બોટ’નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા. ગુજરાતના 6 શહિદોને ગુજરાત સરકારે કોઈ ખીતાબ કે સન્માન આપ્યું ન હતું. ત્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે ભાજપના નરેન્દ્ર મોદી હતા. તેઓ 2024માં વડાપ્રધાન થયા ત્યાં સુધી અને ત્યાર પછી પણ મોદીએ વળતર આપવા માટે કોઈ કાળજી લીધી ન હતી. કુબેરના માલિક બાબુલાલ સોસાએ આ પત્રકાર સાથે 24 એપ્રિલ 2025ના રોજ કહ્યું કે અમે અદાલતમાં લડીને વળતર લીધું છે. વચન છતાં સરકાર તો આપવા માંગતી ન હતી.

શહિદોના કુટુંબીજનોએ તેનું મરણ પ્રમાણપત્ર અને વળતર મેળવવા 13 વર્ષ સુધી ગુજરાત ભાજપની સરકાર સામે લડવું પડ્યું હતું. ભાજપની સરકાર માનવતા વિહિન બની ગઈ હતી. જેમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના સમયમાં વળતર અપાયું ન હતું.

વળતર આપવા માટે વડી અદાલતે આદેશ થયો હોવા છતાં રૂપાણી સરકારે 3 ખલાસીઓને 2020 સુધીમાં વળતર આપ્યું ન હતું. તેની રીટ પીટીશન એકવોકેટ આનંદ યાજ્ઞિકે કરી હતી.

2017 સુધી તેમને મૃત જાહેર કરવા માટે આ તમામ માછીમારોના પરિવારજનોને કાયદાકીય લડાઈ લડવી પડી હતી. જે બાદ જ કોર્ટના આદેશથી સરકારે તેમને મૃત માન્યા હતા. પણ ભાજપની રાષ્ટ્ર પ્રેમી સરકારે વળતર આપ્યું ન હતું.

આનંદ યાજ્ઞિક

જાણીતા એકવોકેટ આનંદ યાજ્ઞિકે ગુજરાતના સહિદ થયેલા ખલાસીઓને વળતર આપાવ્યું છે. 12 વર્ષ થયા છતાં ગુજરાતના 3 ખલાસીઓને વળતર હજુ મળ્યું નથી. મુખ્ય ટંડેલ 1 અને બાકીના 4 ખલાસીઓ હતા. જેમાં 4 ખલાસીઓને પોરબંદરના દરિયામાં ત્રાસવાદીઓએ મારીને ફેંકી દીધા હતા. જેમના શરિર મળ્યા ન હતા. કસાબનું 200 પાનાનું કબુલાતનામું કહે છે કે કુબેર બોટના ખલાસીઓને મારીને ફેંકી દીધા હતા. કસાબને 2012માં ફાંસી અપાઈ પણ સહિદ ખલાસીઓને ગુજરાતની ભાજપ સરકાર વળતર આપતી ન હતી.

ખલાસીઓએ ગુજરાતની વડી અદાવતમાં જવું પડ્યું હતું. જ્યાંથી વળતર આપવા માટે આદેશ થયો છતાં પણ વળતર અપાયું ન હતું. આખરે અદાલતના કડક વલણબાદ તેમને વળતર આપવામાં આવ્યું હતું.

ભાજપની નકલી દેશભક્તિ

ગુજરાતના 6 ખલાસીઓને સહિદ કરીને મુંબઈ પર હુમલો કર્યો હતો. બોટના ટંડેલને મશીનગનના નાળચે મુંબઈ તરફ બોટ લઈ જવા જણાવાયું હતું. મુંબઈનો કિનારો દેખાતા જ બોટના ટંડેલની ગરદન કાપી બોટના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને રાખી દીધો હતો. ટંડેલ અમરચંદને હોટલ તાજ સુધી પહોંચવા માટે‌ જીવતો રાખવામાં આવેલો.  11 વર્ષ થયા પછી પણ પરિવારને મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું.  6 ખલાસીઓ પૈકી ગુજરાતના 4 ખલાસીઓના પરિવારને પ્રમાણપત્ર ન મળતા ગુજરાત સરકારે આજ દિવસ સુધી સહાયથી વંચીત રાખ્યા છે. દીવમાં સહાય અપાઇ પણ રાષ્ટ્રવાદી ગણાતી ભાજપની નરેન્દ્ર મોદી અને રૂપાણીની નકદી દેશભક્ત ગુજરાત સરકારોએ કોઈ વળતર આજ સુધી આપ્યું નથી. દીવના ઝોલાવાડી ગામમાં રહેતા બોટના ટંડેલ અમરચંદને પણ આંતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પત્ની રાણીબેનને સરકાર દ્વારા તેમના પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.

ખલાસીઓના નામ

નવસારીના મચ્છીવાડ ગામોમાં રહેતા આ પરિવાર હાલમાં ખરાબ ઘરોમાં રહે છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે. બોટના કેપ્ટન અને વલસાડના અમરસિંહ સોલંકીનો મૃતદેહ મુંબઈ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. જ્યારે બોટના અન્ય ખલાસીઓ, જુનાગઠના રમેશ સોલંકી, નટવર ઉર્ફે નટુ નાનુ રાઠોડ, વાસી અને મચ્છીવાડ ગામના મુકેશ રાઠોડ અને બલવંત ટંડેલ હતા. આ પહેલા કસાબે પણ કબૂલ કર્યું હતું કે તેણે જ કુબેર બોટ પરના બધા માછીમારોને માર્યા હતા.

બોટ માલિકની માંગ

કુબેર બોટના ટંડેલ મૃતક અમરશીભાઈના પરિવારને કેન્દ્રશાસિત દીવ દ્વારા સહાય આપવામાં આવી હતી. તેમના પુત્રને પોલીસમાં નોકરી પણ અપાઈ હતી. છતાં ગુજરાતના 4 મૃતક ખલાસીઓના પરિવારજનોને ગુજરાત સરકારે સહાયથી વંચીત રાખ્યા છે. જેથી તેઓના પરિવારજનોને સહાય અપાય તેવી બોટમાલિક હીરાલાલ મસાણીએ માંગ કરી હતી. મસાણીએ ખલાસીઓને દરેકને રૂ.2 લાખની સહાય આપી હતી.

60 કલાક ઓપરેશન

કસાબ સહિત 9 આતંકીઓએ બોટને સમુદ્રકિનારે છોડી સીધી હતી. 26/11 ના મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલો 60 કલાક ચાલ્યો હતો. 166ના મોત અને  300થી વધારે લોકો જખ્મી થયા હતાં. મૃતકોમાં 28 વિદેશી નાગરિક હતાં. આ હુમલાએ આખા દેશને હચમચાવી નાંખ્યો હતો. આ કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ હતી.

કસાબને જીવતો પકડી ફાંસી

મુંબઈની હોટેલ તાજ, ઓબેરોય અને અનેક રેસ્ટોરન્ટને ટાર્ગેટ બનાવી હતી. નવેમ્બરના રાત્રે 11 વાગ્યા સુધી ઓપરેશન હાથ ધરી 9 આતંકીઓ પૈકી 8ને ઠાર માર્યા હતા. કસાબને જીવતો પકડી લીધો હતો. તેણે આતંકવાદી હુમલાની તમામ વિગતો આપી હતી.

મુંબઈમાં સહાય

મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકારે સહાય આપી હતી. 600 જેટલા ઈજાગ્રસ્તોને પણ સહાય અપાઈ હતી. મુંબઈમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને 3 લાખ રૂપિયા અને મહારાષ્ટ્ર સરકારે દરેક મૃતકના પરિવાર જનોને 5 લાખ રૂપિયાના આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

ડેથ સર્ટીફીકેટ ન આપ્યું

 

વળતરની વાત તો દૂર મૃતકોના પરિવાર જનોને તેમના ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે પણ આઠ વર્ષ સુધી લડીને રાહ જોવી પડી હતી. મૃતક બલવંતની પત્ની દમયંતિએ વળતર મેળવવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખ્યા છે. પરંતુ ભાજપ સરકારે 2020 સુધીમાં કશું જ મળ્યું ન હતું. નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય તો તેને મૃત ગણવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારે કોર્ટના આદેશ બાદ ત્રણ મૃતકો માછીમારોના પરિવારને ફેબ્રુઆરી 2017માં ડેથ સર્ટિફિકેટ આપ્યા હતા. દીવના ઝોલાવાડી ગામમાં રહેતા બોટના ટંડેલ અમરચંદને પણ આંતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પત્ની રાણીબેનને સરકાર દ્વારા તેમના પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.

ભણવાનું છોડી દીધું

આ કમનસીબ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર જશીબેનના પરીવારજનોની સ્થિતિ દયનીય બની રહી છે. તેમની બે સગીર દિકરીઓને ભણવાનું બંધ કરીને મનરેગા યોજનામાં મજુરી કરવી પડે છે.

35 કરોડનું ઈનામ

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ 26-11 હુમલાથી આતંકીઓ અંગે કોઇપણ માહિતી આપશે તો તેને ઇનામ આપવાનું એલીન કરવામાં આવ્યું છે. પોમ્પિયોએ કહ્યું, ’26/11 હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલ હાફિઝ સઇદ, જકીઉર્રહમાન લખવીને પકડવાને પર 50 લાખ ડોલરનું (35 કરોડ રૂપિયા) ઇનામ આપવામાં આવશે.’

વળતર ચૂકવવા હુકમ

કુબેર બોટના મૃતક માછીમારના વારસને પાંચ લાખ ચૂકવવા 24 ઓક્યોબર 2019ના રોજ હુકમ કર્યો હતો. ઉના તાલુકાના સીમાસી ગામના માછીમારની વિધવા પત્નીને  મુખ્ય પ્રધાન રાહતફંડમાંથી રૂ.5 લાખ 48 કલાકમાં ચુકવી આપવાનો ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો. ચાર માછીમારો પૈકી એક માછીમારની વિધવાએ સરકારમાં વારંવારની રજુઆતોથી થાકી જઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હાઈકોર્ટે ઉપર મુજબ વચગાળાનો ચુકાદો આપ્યો હતો.

બાલુભાઈ સોસા

ઉના તાલુકાના સીમાસી ગામના રમેશ નાગજી બામણીયાના વિધવા પત્ની જસીબેનની વહારે કોડીનારની સમુદ્ર શ્રામીક સુરક્ષા સંઘના બાલુભાઈ સોસા આવ્યા હતા. રમેશના વારસદારને વળતર માટે 8 વર્ષ સુધી સરકારમા પત્રો લખ્યા હતા. ત્યારે સરકારે માત્ર રૂ.50 જેવી સહાય કરી હતી. જસીબેન હિંમત હાર્યા ન હતા અને સમુદ્ર શ્રામિક સંઘની મદદ લઈ હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞીકે હાઈકોર્ટમા 2016માં દાદ માંગી હતી. આનંદ યાજ્ઞીકે સહાનુભુતી દર્શાવી ફી લીધા સિવાય ન્યાય અપાવેલો હતો.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વરળતર પેટે રકમ આપવા માટે કેન્દ્ર સરકારે પોલિસી બનાવી હતી. ગુજરાત રાજ્ય સરકારે આ પોલિસીને રાજ્યમાં લાગુ કરી છે. રુ. 5 લાખ જશિલાબેનના નામે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે જમા કરાવવામાં આવ્યા છે. જેમાં ત્રિમાસિક વ્યાજ મળે છે. 2017 સુધી તેમને મૃત જાહેર કરવા માટે આ તમામ માછીમારોના પરિવારજનોને કાયદાકીય લડાઈ લડવી પડી હતી. જે બાદ જ કોર્ટના આદેશથી સરકારે તેમને મૃત માન્યા હતા.

ગુજરાતની સરહદો અસલામત

ફેબ્રુઆરી 2019 સુધીની નીચેની વિગતો ચોંકાવી દે તેવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધ ઊભા થયા છે. ગુજરાતના દરિયા કિનારે ગમે ત્યારે સ્થિતી ખરાબ બની શકે તેમ છે. દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી મરીન પોલીસની હદ આવે છે.

26\11 2008માં મુંબઈમાં બોંબ ધડાકા થયા ત્યારે ત્રાસવાદીઓ ગુજરાતની બોટ લઈને ગુજરાતના દરિયામાંથી મુંબઈ પહોંચ્યા હતા. કસાબ સહિતના આતંકીઓએ કચ્છ નજીકના દરિયામાંથી ઘુષણખોરી કરી હતી.

ત્યાર બાદ ગુજરાતની જળ સરહદ પર RRPનું ગૃપ નંબર 19 મરીન કમાન્ડોની એક બટાલીયન ગુજરાત સરકારે 2008માં ઊભી કરી હતી. જેમાં 1100 જવાનોને 2009-19માં તાલીમ અપાઈ હતી. જામનગર ખાતે તેનું વડું મથક ઊભું કરીને ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ કમાન્ડો હાલ શું કરે છે તે કોઈને ખ્યાલ નહીં હોય. કમાન્ડોને SRP ગૃપમાં આપી દેવાયા અને તેથી 2016માં તો વડું મથક ખાલી કરી દેવાયું હતું.

‘સર્જિકલ સ્ટ્રાઈક’ બાદ 1 ઓક્ટોબર 2016માં પોલીસને એલર્ટ આપવામાં આવ્યું હતું. SRPના 220 કમાન્ડોને બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા. તેનો મતલબ કે મરીન કમાન્ડો ફોર્સને વિખેરી નાંખવામાં આવી હતી. બોર્ડર સિક્યુરીટી ફોર્સની સી વિંગ, બી.એસ.એફ., ભૂમિદળ તથા મરીન કમાન્ડો ફરજ પર હોય છે. સરકારો બેદરકાર બની ગઈ છે.

અનેક વખત મરીન પોલીસ માટે દરિયામાં પેટ્રોલીંગ કરવા માટે પેટ્રોલ કે ડીઝલ હોતું નથી. કેન્દ્ર સરકાર પૈસા આપે ત્યારે તેનાથી પેટ્રોલીંગ થતું રહ્યું છે. 2016માં તો 30 બોટમાંથી 25 બોટ ઈંધણ ન હોવાના કારણે બંધ પડેલી હતી. 2025માં સારી હાલત નથી.

મરીન પોલીસ ચોકી

આણંદ જિલ્લાની ખંભાત, વડગામ, રાલેજ, ધુવારણ ખાતે 2008-09માં દરીયા કાંઠે મરીન પોલીસ ચોકી ઊભી કરાઈ હતી. જેમની પાસે આધુનિક હથિયારો અને સાધનો ન હતા. ખંભાતની ચોકી તો ભરતીના સમયે દરિયાના પાણીની વચ્ચે આવી જાય છે. રાલેજની પોસ્ટલ આઉટ પોસ્ટની હાલત પણ એવી થઈ ગઈ હતી.  ધુવારણની પોલીસ ચોકી લગભગ બંધ જેવી હતી. બારી બારણાં કોઈ કાઢી ગયું હતું. વીજ જોડાણ પણ ન હતું. બારણાં સડી ગયા હતા. બારીના કાચ તૂટી ગયા હતા. ચોકીઓની આસપાસ ઝાડી ઝાખરાઓના કારણે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. દૂરબીન છે પણ બોટ નથી.

પીપાવાવ ચોકી બંધ

ભાવનગર વેરાવળ હાઇવે પર પીપાવાવ મરીન પોલીસ મથકની વિકટર પોલીસ ચોકી કેટલાક સમયથી જર્જરિત હાલતમાં રહી હતી.  મરીન પોલીસ મથક દસ વર્ષ પહેલા સ્થાપવામાં આવ્યું હતું. અહીં ચોકી હોવાથી અનેક વખત ગેરકાયદે પ્રવૃતિ ઝડપાતી રહે છે. હાલ તો ચોકી બંધ હાલતમાં પડી છે.

2018માં કચ્છની કેવી હાલત

કચ્છ જિલ્લાના 4 મરીન પોલીસ મથક કંડલા, મુંદરા, માંડવી અને જખૌ ઉપર 200 સ્ટાફમાંતી માંડ 117  સ્ટાફ હતો. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે.

કિનારેથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય તે માટે મરીન પોલીસ છે. માંડવી મરીન પોલીસ માથક પાસે પેટ્રોલિંગ માટે બોટ નથી. ભાડે બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટમાંથી બંધ રહે છે. ડિઝલનો વપરાશ વધું હોવાથી સરકાર ડીઝલ આપતી નથી. જખૌના મરીન પોલીસ માથકની આવી હાલત રહી છે.

દિવસો સુધી પેટ્રોલિંગ થતું નથી. સ્ટાફની અછત છે. 4 પોલીસ માથકો અદ્યતન આધુનિક સાધનો તો છોડો પણ સ્ટાફાથી સજ્જ નથી. રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે.

જખૌથી કોટેશ્વર સુધીના 70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા નથી. જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ અપાયા બાદ મરીન પોલીસ માથકોમાં કોઈ એલર્ટ ન હતું. આતંકવાદીઓ માટે કચ્છનો માર્ગ મોકળો હોય તેવી સ્થિતી છે. 2014 પછી કચ્છ ક્રીક વિસ્તારમાં ઘુસણખોરી વધી છે. પાકિસ્તાન, બાંગલાદેશ, કાશ્મીરના લોકો અહીં પકડાયા છે. બિનવારસી બોટ મળી આવવાની ઘટના વધી છે.

4 પોલીસ મથક વચ્ચે જખૌ મરીન પાસે 1 ઊંટ હતું તે પણ મૃત્યું પામ્યું હતી. ઊંટ પર બેસીને પેટ્રોલીંગ કરતાં હોય છે. માંડવી મરીન કાંઠાળ વિસ્તાર છે. તેમની પાસે ઊંટ હોવું જોઈએ તે ન હતું.

મરીન પોલીસને દારુ પકડવા તેવી કામગીરી પણ કરવી પડે છે. કોઈ ચોરી થઈ હોય તો તે માટે પણ કમ કરવું પડે છે. આમ કાયદો વ્યવસ્થાની કામગીરી પણ કરવી પડે છે. તેથી સરહદ પર પોલીસ ધ્યાન આપી શકતી નથી. દુશ્મન દેશ પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્ત્વ વધી જાય છે. રણ સરહદે બીએસએફ છે. જયારે દરિયાઈ સીમા પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ કરાય છે.

કંડલામાં દરિયાઈ પેટ્રોલિંગ માટે 1 ઈન્ટર સેપ્ટર બોટ છે. મુંદરા અને જખૌ મરીન પાસે 2 સ્પીડ બોટ છે. કંડલા મરીન પોલીસ મથક પાસે 8 મરીન કમાન્ડોની જરૂરિયાત સામે 4 છે. માંડવી પાસે કોઈ બોટ ન હતી. મરીન પોલીસ માછીમારોની નોંધણી કરીને દરિયોમાં જવાની મંજૂરી આપે છે.

કચ્છ કમાંડોના હવાલે

જખૌ, મોહાડી,  પિંગલેશ્વર અને સિંધોડી ખાતે દરિયાઇ વિસ્તારમાં સૌ પ્રથમ 20 જેટલા મરીન કમાન્ડો કેન્દ્ર સરકાર દ્વારા મુકાયા .

વલસાડ મરીન પોલીસ અસુરક્ષિત
17 કિલોમીટરની વલસાડ જિલ્લાની દરિયાઈ સુરક્ષા માટે ઓક્ટોબર 2016માં આતંકવાદી હુમલાની દહેશત હતી ત્યારે વલસાડ જિલ્લામાં મરીન પોલીસ દરિયામાં પેટ્રોલિંગ નથી કરી શકતી ન હતી. હથિયાર અને સ્પીડ બોટ ન હતી.

ફોન બંધ

ઉના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ફોન લાંબા સમયથી જાન્યુઆરી 2019માં બંધ હતો.

જામનગર

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો જામનગર જિલ્લાનો 100 કિલો મીટરનો છે. જ્યાં 27 ફેબ્રુઆરી 2019માં 3 હાઈસ્પીડ બોયો છે. 3 પાળીમાં 37 પોલીસ છે. 22 કિ.મી. ઉંડે દરિયામાં જવું પડે છે. 9 ટાપુ પર પેટ્રોલીંગ કરવું પડે છે. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ અને દ્વારકા જગતમંદિર અને પોરબંદરમાં આવેલા કિર્તી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે.

મોદીના વચનો

7 ઓક્ટોબર 2017માં દેશની પહેલી મરીન પોલીસ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખોલવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં કરી હતી. પણ પોલીસ પાસે સાધનો જ નથી ત્યાં નવા સંશોધન કઈ રીતે કરી શકાશે.

વેરાવળ સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની 70 માઈલ દરિયાની સુરક્ષા માટે 20 મરીન કમાન્ડો આપવામાં આવ્યા છે. તેમાંથી 10 કમાન્ડો સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા 10 કમાન્ડો નવાબંદર મરીન પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યા છે.

પોરબંદરમાં નૌકાદળના જહાજ

20 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયું છે કે, પોરબંદરના દરિયાકાંટે મીડિયમ રેન્જની નેવલ સ્કવાર્ડન મુકવામાં આવશે. જેથી નૌકાદળના વિમાનો 24 કલાક દરિયાકાંઠા વિસ્તારમાં નજર રાખશે. ગુજરાતના 1600 કિમી દરિયાકાંઠા પર નૌકાદળના વિમાનોની 24 કલાક બાજ નજર રહેવાની હતી.

ડોર્નિયર જે ઈન્ડિયન નેવીને દરિયાકિનારે આતંકવાદને નષ્ટ કરવા વિવિધ ઓપરેશનમાં ટારગેટિંગ ડેટા આપશે.

દ્વારકા

દ્વારકાનો દરિયા કિનારો આતંકીઓ માટે પ્રવેશ દ્વારા જેવો છે. નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

 

 

આ પણ વાંચોઃ

Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!

PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

 

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!