
jamnagar: ભાજપ સરકાર દ્વારા સારા રોડ રસ્તા બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ હાલમાં નાના રસ્તાઓ હોય કે, નેશનલ હાઈવે પર દરેકની હાલત ખરાબ છે. દર ચોમાસામાં રસ્તાઓની દયનીય હાલત હોય છે. સરકાર દ્વારા પ્રજા પાસે ટેક્સ ઉઘરાવવામાં પરંતુ પ્રજાને સારા રોડ રસ્તા નથી મળતા. ત્યારે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની પણ હાલત ખરાબ હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામા એક યુવકે અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની ખરાબ હાલતને દર્શાવતો વીડિયો બનાવીને સરકાર પર કટાક્ષ કર્યો છે. ત્યારે આ વીડિયોને લઈને અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની ખરાબ હાલત પર કોંગ્રેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
કરોડ રૂપિયાનો ખર્ચે બનેલા અમૃતસર-જામનગર એક્સપ્રેસવેની હાલત ખરાબ
આ રસ્તો, જેના ઉપર 80,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, હાલમાં ખાડાઓ અને તીરાડોથી ભરેલો છે, જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. એક યુવકે વીડિયો શેર કરીને રસ્તાની સ્થિતિ પર ધ્યાન દોર્યું છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાની ખરાબ હાલત દર્શાવે છે, જેમાં ખાસ કરીને રસ્તાના ખાડા અને અન્ય ખરાબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલો મોટો ખર્ચ કરીને બનાવવામાં આવેલો રસ્તો આવી હાલતમાં હોવો ગંભીર મામલો છે.
80,000 करोड़ रुपये के अमृतसर-जामनगर एक्सप्रेसवे की दयनीय स्थिति देखिए,
इसपर कोई भी मीडिया नितिन गडकरी से कोई सवाल नहीं पूछेगा 😭
Next time vote for change…! pic.twitter.com/s7MdcaMdIu
— Dr. Sheetal yadav (@Sheetal2242) July 11, 2025
વાહન ચાલકોને મુશ્કેલી
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકોને અકસ્માતો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ મુદ્દે કેન્દ્ર સરકાર અને હાઇવે ઓથોરિટી પર દબાણ વધી રહ્યું છે, કારણ કે રસ્તાની ગુણવત્તા અને જાળવણી પર સવાલ ઉઠી રહ્યા છે. પ્રદા કોંગ્રેસની આ ચેતવણી સરકાર માટે ચેતવણીનો સંકેત માનવામાં આવી રહી છે.કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ રસ્તાની સ્થિતિ પર રોષ વ્યક્ત કર્યો છે અને “નેક્સ્ટ ટાઈમ વોટ ફોર ચેન્જ”ની અપીલ કરી છે.
આ એક્સપ્રેસવે ભારતની આર્થિક વૃદ્ધિ અને જોડાણ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેની વર્તમાન સ્થિતિ સરકાર અને હાઇવે ઓથોરિટી માટે ચેતવણીનો સંકેત છે.






