સૈફ અલી ખાન પર હુમલો કરનાર ઈસમની પહેલી તસ્વીર વાયરલ, સીડીથી ઉતરતો દેખાયો

  • Famous
  • January 16, 2025
  • 0 Comments

ગઈ રાત્રે સૈફ અલી ખાન પર તેમના ઘરે હુમલો થયો હતો. એક શખ્સ ચોરીના ઇરાદે તેના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છ વાર છરી વડે હુમલો કર્યો. હવે આરોપીની પહેલી તસવીર સામે આવી છે. તે સીડી પરથી ઉતરતો સીસીટીવીમાં કેદ થયો છે. હાલમાં, 10 પોલીસ ટીમો આ મામલાની તપાસમાં રોકાયેલી છે.

પોલીસે આરોપીના ઘરે ગઈ પણ ન મળ્યો

હુમલાખોર પોતાની પીઠ પર બેગ લઈને દોડી રહ્યો છે. આ સીસીટીવી ફૂટેજ રાત્રે 2:33 વાગ્યાનો છે. આ ફૂટેજના આધારે મુંબઈ પોલીસ તેને શોધી રહી છે. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. તેના ઘરનું સ્થાન પણ શોધી કાઢવામાં આવ્યું છે. પોલીસ તેના ઘરે પણ ગઈ, પણ તે ઘરે ન હતો. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. 10 પોલીસ ટીમો ઉપરાંત, 8 ક્રાઈમ બ્રાન્ચ ટીમો પણ આ કેસની તપાસ કરી રહી છે.

સૈફ અલી ખાનની કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ

લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે કે છરીનો એક ભાગ સૈફ અલી ખાનની કરોડરજ્જુમાં વાગી ગયો હતો. જેથી સર્જરી કરાઈ છે. તેમણે કહ્યું, “છરી તેમના કરોડરજ્જુમાં ઘૂસી ગઈ હોવાથી ગંભીર ઈજા થઈ છે. છરી કાઢવા અને કરોડરજ્જુમાંથી લોહી વહેતું રોકવા માટે સર્જરી કરવામાં આવી છે. તેના ડાબા હાથ અને ગરદનની જમણી બાજુએ બે અન્ય ઊંડા વાગ્યા છે. જેની પ્લાસ્ટિક સર્જરી ટીમ દ્વારા સારવાર કરાઈ છે.

સૈફ અલીને આવતીકાલે ICUમાંથી કઢાશે

ડોક્ટરે કહ્યું કે સૈફ અલી ખાનની હાલત સ્થિર છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ સંપૂર્ણપણે ખતરામાંથી બહાર છે. અમે કાલે સવારે તેમને ICU માંથી બહાર કાઢીશું અને કદાચ એક કે બે દિવસમાં તેમને રજા આપવાની યોજના બનાવીશું. હુમલાખોર ફાયર એસ્કેપ સીડી દ્વારા સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશ્યો હતો. જ્યારે નોકરાણીએ તેને સૈફના નાના દીકરા જેહના રૂમમાં જોઈ, ત્યારે તેણે ચીસો પાડી, ત્યારબાદ સૈફ શું થઈ રહ્યું છે તે જોવા ગયો. ત્યારબાદ ચોરે તેના પર છ વાર છરી વડે હુમલો કર્યો.

આ પણ વાંચોઃસરકારી કર્મચારીઓને મોટી ભેટ, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 5 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 7 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 25 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 16 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 25 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 23 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ