
ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે દર 12 વર્ષે આયોજિત થાય છે. વર્ષ 2025 માં, પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આગામી 45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ત્યારે કુંભ મેળામાં ગુજરાતથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચશે. જેને લઈ સરકાર વિના મૂલ્યે ભક્તોને કુંભની યાત્રા કરાવવામાં આવે તેવી માગ ઉઠી છે.
ઈસુદાન ગઢવીએ શું કરી માગ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે. બાર વર્ષ બાદ પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થયું છે. તો હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતમાંથી જે પણ લોકો કુંભમેળામાં જવા માંગે છે તે તમામ લોકોને વિનામૂલ્ય મુસાફરી કરાવવાનો લાભ આપે. અમારું માનવું છે કે સ્પેશિયલ ટ્રેન, સ્પેશિયલ બસ અને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા યાત્રાળુઓને કુંભમેળા સુધી પહોંચાડવામાં આવે.
હાલ સ્પેશિયલ ટ્રેનો સરકારી દોડાવી છે, તેમ છતાં પણ ખૂબ જ લાંબુ વેટીંગ છે. પ્રાઇવેટ બસોમાં ખૂબ જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને પ્લેનની ટિકિટમાં પણ વન-વેના રુ. 14,000 વસૂલવામાં આવે છે. જેના કારણે પરિવાર સહિત જવા માંગતા લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે એક સાથે જવું. તો અમારી માંગણી છે કે સરકાર વિના મૂલ્ય વધુ સ્પેશિયલ ટ્રેનો, સ્પેશિયલ બસો અને સ્પેશિયલ ફ્લાઇટ મુકાવે જેના કારણે ગુજરાતના ત્રણ લાખથી દસ લાખ શ્રદ્ધાળુઓ જે કુંભમેળાના દર્શન કરવા માંગે છે તે લોકોને આપણે કુંભમેળામાં મોકલી શકીએ. આ મામલે મુખ્યમંત્રી પોતે ધ્યાન આપી તેવી અમારી માંગ છે.
આ સમાચાર પણ વાંચોઃ AHMEDABAD: 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશ