
Kirti Patel arrested : સોશિયલ મીડિયા પર ટિકટોક સ્ટાર અને ઈન્સ્ટા ગર્લ તરીકે જાણીતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે. સુરત પોલીસે અમદાવાદમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરી છે, જે 2024માં નોંધાયેલા 2 કરોડ રૂપિયાની ખંડણી કેસમાં ફરાર હતી. આ મામલે સુરતના જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે હવે ચર્ચાનું કેન્દ્ર બની છે.
શું છે સમગ્ર મામલો?
2024માં વજુભાઈ કાત્રોડિયાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ હતો કે કીર્તિ પટેલે જમીન વિવાદને લઈને 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. ફરિયાદ મુજબ, ખંડણીની રકમ ન આપવા પર કીર્તિ પટેલે બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ગંભીર આરોપો બાદ પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ કીર્તિ પટેલ ઘટના બાદથી ફરાર હતી. લગભગ એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદ સુરત પોલીસે તેને અમદાવાદથી ઝડપી લીધી છે
પોલીસે ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરત પોલીસે કીર્તિ પટેલની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, જેમાં ખંડણી માગવાની ઘટના અને હની ટ્રેપની ધમકીની વિગતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં અન્ય કોઈ સંડોવણી હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે.
કીર્તિ પટેલ અગાઉ પણ આવી છે વિવાદમાં
કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂકી છે, જેના કારણે તે સતત ચર્ચામાં રહે છે. કીર્તિ પટેલની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયા છે.
આ પણ વાંચો:
Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ
Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર
Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો
IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ