
TTE and RPF beat up the youth: વારંવાર ટ્રેનમાં સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. માત્ર મોંઘી વસ્તુ વેચવાનો વિરોધ કરતાં યુવકને ખુદ રેલવેના કર્મચારીઓ જ હુમલા કરી દીધો છે. આ ઘટના દિલ્હીથી ચેન્નાઈ ટ્રેનમાં બની છે. ટ્રાવેલ વ્લોગર બનાવતાં સરફરાઝ ઝૈને આરોપ લગાવ્યો છે કે નવી દિલ્હીથી ચેન્નાઈ જતી ટ્રેન(ટ્રેન નં. 12616)માં તેણે મોંઘા ભાવે વેચાતા પાણીની ફરિયાદ કરી હતી. જેના કારણે બે ટિકિટ ચેકર (TTE) અને બે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) જવાનોએ જબરજસ્ત માર માર્યો. તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.
અધિકારીઓએ પુરાવાનો નાશ કર્યો
સરફરાઝે 30 જૂન, 2025ના રોજ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે દાવો કર્યો કે આરોપી અધિકારીઓએ તેની સાથે મારામારી કરી અને તેમનો ફોન છીનવી લીધો અને વીડિયો ડિલીટ કરી નાખ્યા. ઉલ્લેખનીય છે આ વીડિયો મોંઘા વેચાતા પાણી અંગેના હતા. જો કે અધિકારીઓએ તેને ડિલિટ મારી દીધા અને પુરાવાનો નાશ કર્યો.
‘પોલીસ પૈસા લઈ રહી છે’
સરફરાઝે એવો પણ આરોપ લગાવ્યો કે રેલવે પોલીસ પૈસા લઈ રહી છે. વીડિયોમાં સરફરાઝ કહેતા સંભળાય છે, “મેં કંઈ ખોટું કર્યું નથી, મેં ફક્ત મોંઘા પાણીની ફરિયાદ કરી. આ લોકો ખોટું કરે છે. જુઓ, આ લોકો મને મારે છે. હું અહીં કેવી રીતે ખોટો છું?” આ દરમિયાન રેલવે સ્ટાફ અને પોલીસ અધિકારીઓ તેમની આસપાસ જોવા મળે છે.
I complained about overcharging in the pantry, two TTE and two railway policemen beat me up and attacked me with lethal intent. attempt to kill 😭
Please Justice🙏
Train No 12616
PNR: 2137748825@IRCTCofficial @RailMinIndia @AshwiniVaishnaw @RailwayNorthern@narendramodi pic.twitter.com/TbUE4UTNx9— Sarfaraz Zain (@SarfarazZain01) June 30, 2025
X પર પોસ્ટ કરેલા વીડિયોમાં સરફરાઝે લખ્યું, “મેં પેન્ટ્રીમાં વધુ ભાવ લેવાની ફરિયાદ કરી, તો બે TTE અને બે રેલવે પોલીસે મને મારીને હુમલો કર્યો. મારો જીવ લેવાનો પ્રયાસ થયો. કૃપા કરી ન્યાય આપો. ટ્રેન નંબર 12616, PNR: 2137748825.”
ભારતીય રેલવેએ જવાબ આપ્યો
સરફરાઝની પોસ્ટ પર વાયરલ થયા બાદ ભારતીય રેલવેના સત્તાવાર X હેન્ડલ ‘રેલવે સેવા’એ જવાબ આપ્યો, “જરૂરી કાર્યવાહી માટે આ મામલો સંબંધિત અધિકારીઓ @Drmchennai અને @Drmvijayawada ને મોકલવામાં આવ્યો છે.” ડીઆરએમ વિજયવાડાએ આ મુદ્દો આગળ @DrmJhansi અને @drm_dliને મોકલ્યો.
ડીઆરએમ ઝાંસીએ પછીથી જણાવ્યું, “અસુવિધા બદલ અમે દિલગીર છીએ. આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે.” નગરજનોનો રોષ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રેલવેના આ પ્રતિસાદની ટીકા કરી અને જવાબદારી તેમજ પારદર્શિતાના અભાવે રોષ વ્યક્ત કર્યો.
આવી ઘટના પહેલા પણ બની હતી
આ ઘટના રેલવે સ્ટાફના દુર્વ્યવહારની પહેલી ઘટના નથી. મે, 2025માં વ્લોગર વિશાલ શર્માએ હેમકુંટ એક્સપ્રેસમાં મોંઘા ભાવની ફરિયાદ કર્યા બાદ મારપીટનો આરોપ લગાવ્યો હતો, જેના પરિણામે કેટરર પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને કઠુઆમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી. આવી ઘટનાઓ ભારતીય રેલવેમાં મુસાફરોની સુરક્ષા અને જવાબદારીની ચાનગીરી દર્શાવે છે, જેને સોશિયલ મીડિયા દ્વારા લોકોની સુધારણાની માંગ વધુ તીવ્ર બની રહી છે.