
Trump on Tariff: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. ટ્રમ્પે ચીન અને રશિયા સાથે ભારતના વેપાર પર નારાજગી વ્યક્ત કરી છે.
મોદી મિત્ર ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કર્યા પછી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક નવું નિવેદન આવ્યું છે. આ નિવેદનમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારત સાથે ટેરિફ વાટાઘાટો કરવા તૈયાર છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે હમણાં તેમની સાથે વાત કરી રહ્યા છીએ. ANI ના સમાચાર અનુસાર, તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ અથવા લગભગ સૌથી વધુ ટેરિફ લાદનાર દેશ હતો, અમે હાલમાં ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ.”યાદ રાખો, ભારત અમારો મિત્ર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, વિશ્વમાં સૌથી વધુ છે, અને તેમની પર કોઈપણ દેશ કરતા સૌથી કડક નાણાકીય અને બિન-નાણાકીય વેપાર પ્રતિબંધો છે. ઉપરાંત તેઓએ હંમેશા તેમના મોટાભાગના લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદ્યા છે. તેઓ ચીનની સાથે રશિયાના સૌથી મોટા ઉર્જા ખરીદનાર છે. આ એવા સમયે છે જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાઓ બંધ કરે. બધું બરાબર નથી. તેથી ભારતે 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને ત્યારબાદ દંડ ચૂકવવો પડશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર,” યુએસ પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર કહ્યું.
ટ્રમ્પે અચાનક આ ‘ટેરિફ બોમ્બ’ કેમ ફેંકી દીધો?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર અચાનક 25% ટેરિફ લાદવાના નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે. આ પગલા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ટ્રમ્પે વાતચીતની વચ્ચે અચાનક આ ‘ટેરિફ બોમ્બ’ કેમ ફેંકી દીધો? હવે વ્હાઇટ હાઉસના સલાહકારે આ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. વ્હાઇટ હાઉસના સલાહકારનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે વેપાર વાટાઘાટોમાં પ્રગતિના અભાવથી ‘નિરાશ’ છે. તેમને લાગે છે કે ભારત પર લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ આ પરિસ્થિતિને ‘હલ કરશે અને સુધારશે’ આમ ભારત સાથે વાતચીતનો દરવાજો હજુ પણ ખુલ્લો છે. તેમણે પોતે કહ્યું હતું કે ચાલો વાત કરીએ. ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો પરથી બીજું કારણ સમજી શકાય છે.
શું મોદીથી ટ્રમ્પ નારાજ થઈ ગયા?
ડોનાલ્ડ ટ્ર્મ્પ વારંવાર ભારત પાકિસ્તાન યુદ્ધ રોકાવવાનો દાવો કરે છે. અત્યાર સુધીમાં તો મોદી આ મામલે ચૂપ હતા પરંતુ સંસદમાં તેમના સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમણે ટ્રમ્પનું નામ લીધા વગર કહ્યું કે, ભારતે કોઈ દેશના નેતાના કહેવાથી યુદ્ધ રોક્યું નથી ત્યારે શું મોદીની આ વાતથી તેમના મિત્ર નારાજ થઈ ગયા છે? મોદીએ ભલે ટ્ર્મ્પનું નામ લેવાની હિંમત ન કરી પરંતુ પોતે સવાલોમાં ઘેરાતા નામ લીધા વગર ટ્રમ્પે યુદ્ધ નથી રોકાવ્યું તેવું કહેતા ટ્રમ્પને ખોટું લાગી હોય જેથી તેઓ ટેરિફ લાદીને પોતાનો ગુસ્સો તો નથી કાઢી રહ્યા ?
મોદીએ ડોલાન્ડ ટમ્પ એવું કહ્યું હતું ?
પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના ખાસ મિત્ર ગણાવતા હતા તેઓ જ્યારે તેમને મળતા ત્યારે તેમને હાથ મિલાવતા અને ગળે મળતા અને પોતાની મિત્રતાની વાતો કરતા હતા તેમને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ બોલાવમાં પણ ભુલ કરી હતી મોદીએ ટ્રમ્પને ડોલાન્ડ ટમ્પ એવું કહીને બાલાવ્યા હતા.
“હાઉડી મોદી” ઇવેન્ટ
મોદીએ હ્યુસ્ટનમાં આયોજિત “હાઉડી મોદી” ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી દરમિયાન તેમની પ્રશંસા કરી હતી. મોદીએ ટ્રમ્પને “ખૂબ જ ખાસ મિત્ર” ગણાવ્યા અને કહ્યું કે ટ્રમ્પનું નેતૃત્વ અમેરિકાને મજબૂત અને વધુ સમૃદ્ધ બનાવી રહ્યું છે. તેમણે ભારત-અમેરિકા સંબંધોની મજબૂતી અને ટ્રમ્પના યોગદાનની નોંધ લીધી.
નમસ્તે ટ્રમ્પ” ઇવેન્ટ
ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન, મોદીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ” ઇવેન્ટમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું. મોદીએ ટ્રમ્પને “એક સાચા મિત્ર” તરીકે વર્ણવ્યા અને કહ્યું કે ભારત-અમેરિકા સંબંધો હવે પહેલા કરતાં વધુ મજબૂત થયા છે. તેમણે ટ્રમ્પના વેપાર, રક્ષણ અને વૈશ્વિક સુરક્ષા માટેના પ્રયાસોની પ્રશંસા કરી.
મોદી જેમને મિત્ર મિત્ર કહીને બોલાવતા હતા તે મિત્રએ આવી મિત્રતા નિભાવી ? આ દર્શાવે છે કે મોદીની વિદેશ નિતી ફેલ રહી છે.
હવે મોદી શું કરશે ?
હવે ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી ત્યારે શું મોદી પોતાના કહેવાતા ગાઢ મિત્રને સમજાવીને ટેરિફ ઓછો કરાવી શકે છે કે કેમ? ભારતનું આગળનું શું પગલું હશે તે જોવુ રહ્યું…
ભારતીય વસ્તુઓ પર 25% ટેક્સની શું અસર થશે?
આ ટેરિફની સીધી અસર ભારત જે વસ્તુઓ અમેરિકામાં સૌથી વધુ નિકાસ કરે છે (દવાઓ, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ, વગેરે) પર પડશે. આનાથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ મોંઘી થશે. ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ફિલિપાઇન્સ જેવા દેશો ભારતીય નિકાસકારો સાથે સ્પર્ધા કરશે. ઓર્ડર અનિશ્ચિતતાને કારણે અમેરિકામાં નવા ઓર્ડર અટકી ગયા છે. યુરોપમાં ચીની માલના પૂરને કારણે ભારતીય કંપનીઓના માર્જિન પહેલાથી જ ઘટી રહ્યા છે.
આ પણ વાંચો:
Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ
Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે








