ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુ ઘટીને બંધ

  • India
  • April 1, 2025
  • 1 Comments

નાણાકીય નવુ વર્ષ 1 એપ્રિલથી શરુ થઈ ગયું છે. ત્યારે નવા નાણાકીય વર્ષના આરંભે જ ઈન્ડિયન શેર માર્કેટમાં મોટો કડાકો થયો છે. બીજી બાજુ ટ્રમ્પના ટેરિફની અસર થઈ છે. નબળા વૈશ્વિક સંકેતોને પગલે શેર બજારમાં મોટો કડાકો થયો છે.

સેન્સેક્સ અને નિફ્ટી બંને 1.5 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. તે જ સમયે, મિડકેપ ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યો જ્યારે બેંક નિફ્ટીમાં પણ લગભગ 1.5% નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ફાઇનાન્શિયલ, નિફ્ટી ફાર્મામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1390.41 પોઈન્ટ અથવા 1.80 ટકા ઘટીને 76,024.51 પરબંધ થયો. બીજી તરફ, નિફ્ટી 353.65 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 23,165.70 પર બંધ થયો. નિફ્ટીમાં HCL ટેક્નોલોજીસ, બજાજ ફિનસર્વ, HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ટોચના ઘટાડાવાળા શેર હતા. જ્યારે નિફ્ટીના શેરોમાં ઇન્ડસ ઇન્ડ બેંક, ટ્રેન્ટ બજાજ ઓટો, જિયો ફાઇનાન્શિયલ, એચડીએફસી લાઇફ સૌથી વધુ વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.9 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા વધીને બંધ થયા. મીડિયા, તેલ અને ગેસ, ટેલિકોમ સિવાય, બધા ક્ષેત્રના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. આઇટી, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ સૂચકાંકો 2 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

ભારત પર 2 એપ્રિલથી ટેરિફ ટેક્ષ લાગુ

ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશ પર 2 એપ્રિલથી ટેરિફ ટેક્ષ લાદવાની જાહેરાત કરી હતી. જે અનુસાર  ટેરિફ ટેક્ષ ભારત સહિત અન્ય દેશોના આયાતી માલ પર આવતી કાલથી લાગુ થઈ જશે.  જેથી ભારતના શેર માર્કેટ સહિત અન્ય કંપનીઓની ચિંતા વધી છે. ભારતમાંથી મોટા ભાગે ટાટા  સહિતની કંપનીઓ કાર અને ટ્રકો અમેરિકામાં મોકલે છે. તેના પર હવે ટેરિફ ટેક્ષ લાગશે.

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃતકોની સંખ્યા 18 પર પહોંચી, અનેક મજૂરો ગંભીર

આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?

આ પણ વાંચોઃ  બળાત્કારના કેસમાં પાદરી બજિન્દર સિંહને આજીવન કેદ, પટિયાલા જેલમાં બંધ | priest Bajinder Singh

  • Related Posts

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ
    • October 28, 2025

    Mumbai: મુંબઈના ખારમાં રહેતી 24 વર્ષીય નેહા ગુપ્તા ઉર્ફે રિંકીના અચાનક મૃત્યુથી સમગ્ર ખાર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. ખાર પોલીસે નેહાના પતિ અરવિંદ અને તેના પરિવારના પાંચ સભ્યોની દહેજ…

    Continue reading
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
    • October 28, 2025

    Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 1 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 3 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 6 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 20 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 8 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 22 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી