રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત

  • રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત

રાજ્યમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની વાતોમાં બાળકો આપઘાત કરવા લાગ્યા છે. જે ખુબ જ ચિંતાજનક અને ગંભીર બાબત છે. એક વખત ફરીથી એક જ દિવસે સુરતમાં બે વિદ્યાર્થીઓએ પોતાના જીવન સંકેલી લીધી છે .મળી રહેલી માહિતી અનુસાર, સુરતમાં વિદ્યાર્થીનીએ ખરાબ પેપર જવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, તો અન્ય એક ઘટનામાં એક વિદ્યાર્થીએ માઇગ્રેનના કારણે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

ડિજિટલ યુગમાં સમાજમાં રહેતા હોવા છતાં લોકો એકબીજાથી ખુબ જ દૂર હોવાનો ઉદાહરણ રૂપ આપઘાતના કેસો સામે આવી રહ્યા છે. તો મોબાઇલ ગુમ ખોવાઇ જવા અને મોબાઈલ તૂટી જવા જેવી નાની બાબતોમાં બાળકો આપઘાત કરી રહ્યા છે. જે સમાજ અને માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ છે. આગામી સમયમાં આવી ઘટનાઓમાં વધારે વધારો થઈ શકે છે. તેથી માતા-પિતાને ભયમુક્ત વાતાવરણ બનાવવો જરૂરી છે.

સુરતમાં બે આપઘાત

સુરતમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ભારે હોબાળો મચી ગયો છે. સિંગણપોર વિસ્તારમાં ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષામાં સારું ન થતાં અને અમરોલીમાં CAના વિદ્યાર્થીએ માઇગ્રેનની તકલીફથી કંટાળીને પોતાનું જીવન સમાપ્ત કરી લીધું.

પેપર સારાં ન જતાં વિદ્યાર્થિનીએ ભર્યું આત્મઘાતી પગલું

મળતી વિગતો મુજબ, સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલિયાની 15 વર્ષની દીકરી હેતલ ગોંડલિયાએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. હેતલે તાજેતરમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી હતી, પરંતુ પેપર સારાં ન જતાં તે ટેન્શનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ ભયંકર પગલું ભર્યું હોવાનું મનાય છે. દીકરીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

માઇગ્રેનથી કંટાળી CA વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

બીજી ઘટનામાં અમરોલીના છાપરાભાઠા રોડ નજીક રહેતા 23 વર્ષના ધ્રુવીન હિરપરાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. ધ્રુવીન CAના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે લાંબા સમયથી માઇગ્રેનની બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. જોકે, આ બીમારીથી કંટાળીને તેણે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે.

મોબાઈલના કારણે આપઘાત

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અલગ-અલગ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે. જામનગરના હાપા વિસ્તારમાં 15 વર્ષની એક તરુણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, જેનાથી ભારે ચર્ચા જાગી છે. મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમની દીકરીની સ્કૂલની બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ તેણે આ પગલું ભર્યું હોવાનું લાગે છે.

જામનગરમાં પરિણીતાનો આપઘાત

આ ઉપરાંત, જામનગરના સાંઢીયા પૂલ નજીકની સોસાયટીમાં રહેતી 30 વર્ષની પરિણીતા કિંજલ દેથરિયાએ પણ પોતાના ઘરે પંખાના હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાઓએ સમાજમાં ચિંતા વધારી છે, અને પોલીસે તમામ મામલાઓની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- વધુ એક વીડિયો.. જસ્ટિસ વર્માના ઘરની બહાર મળી 500-500ની સળગેલી નોટો, સફાઈ કર્મચારીઓએ જણાવી સંપૂર્ણ સ્ટોરી

 

Related Posts

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
  • August 7, 2025

Bhavnagar: ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 5 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 18 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 31 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો