
- ભારત અપરોક્ષ રીતે બાંગ્લાદેશમાં ફેક ન્યૂઝ ફેલાવતું હોવાનો મહોમ્મદ યૂનૂસનો આરોપ.
- ભારતે નેપાળ, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો સાથે સંબંધો સારા કરવાની જરૂર હોવાની યૂનુસની કેફિયત.
- શેખ હસીનાને આશરો આપવાને કારણે જ ભારત – બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખરાબ થયા હોવાનો દાવો.
Bangladesh Chief Adviser Muhammad Yunus Addresses । ભારતની સત્તા પર ચડી બેઠેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદી જાહેર સભાઓમાં દુશ્મનો સામે લાલ આંખ કરવાની ગુલબાંગો પોકારીને તાળીયો પડાવી શકે છે. પરંતુ, હાલ વાસ્તવિકતા એવી છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોના અગ્રણીઓ વૈશ્વિક મંચ પર છપ્પનની છાતીમાં મસમોટાં ગાબડાં પાડી રહ્યાં છે અને સ્વ-ઘોષિત નોન-બાયોલોજીક મહામાનવ આ મામલે જવાબ આપવાની હિંમત ધરાવતાં નથી. શક્ય છે કે, 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફજેતી થવાની છે તેવી અગાઉથી માહિતી મળી ગઈ હોવાને કારણે જ સ્વ-ઘોષિત વિશ્વગુલ્લુએ ત્યાં હાજર રહેવાનું જ મુનાસિબ માન્યું નહીં. અથવા તો વિશ્વ સમક્ષ ભારતની મજબૂત સ્થિતિનો ચિતાર મુકવાને બદલે નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી જીતવા માટે મહેનત કરવાનું વધુ મુનાસિબ માન્યું છે.
26 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં 80th UN General Assembly સભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભારતની મોદી સરકારની આબરૂના ધજાગરાં ઉડાડ્યા બાદ બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર પ્રો. મોહમ્મદ યૂનુસે પણ મોદી સરકાર સામે ઝેર ઓક્યું હતું. અત્રે મોદી સરકાર કહેવાનું કારણ એટલું જ કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી નરેન્દ્ર મોદી પોતાની જાતને દેશ કરતાં મોટા ગણવા માંડ્યા છે. અને તે પ્રકારનું જ વર્તન કરતાં જોવા મળતાં હોય છે. અને ભાજપના જ મહાનુભાવો પોતાના વાણી – વર્તનમાં ભારત સરકાર કહેવાને બદલે મોદી સરકાર કહીને ગર્વાન્વિત થતાં હોય છે. માટે પાડોશી દેશોના અગ્રણીઓ દ્વારા કરાયેલા આક્ષેપો ભારત માટે તો નથી જ. આ માત્રને માત્ર મોદી સરકારની વૈશ્વિક ફજેતી છે. એવું સ્પષ્ટ રીતે કહી શકાય.
બાંગ્લાદેશના અંતરિમ મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 80મી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર બહાર શેખ હસીનાના સમર્થકોએ તેમના પર ઇંડા ફેંક્યા અને વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.
મહાસભામાં વૈશ્વિક નેતાઓને સંબોધન કરતાં પ્રો. મોહમ્મદ યૂનુસે ભારતની મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે કહ્યું હતું કે, શેખ હસીનાને કારણે જ ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખરાબ થયા છે. બંને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. જ્યારથી શેખ હસીનાની સરકાર પડી અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભાગી ગઈ છે. ત્યારથી તે ભારતમાં જ રહે છે. આનો અર્થ શું છે? ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સુપરત કરી દે, એમના કારણે જ બાંગ્લાદેશને ભારત સાથે સમસ્યા છે અને જ્યાં સુધી તે ભારતમાં રહેશે, સમસ્યા રહેશે. શેખ હસીના બાંગ્લાદેશની આરોપી છે અને તેમને પાછા લાવવામાં આવશે.
મોહમ્મદ યૂનુસે ભારતની મોદી સરકાર પર અપરોક્ષ રીતે બાંગ્લાદેશમાં ફેક ન્યૂઝ કે નેટેટિવ ફેલાવવાનો પણ આરોપ લગાડ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ભારતે નેપાળ, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાની જરૂર છે. જે પારંપરિક રીતે મિત્ર દેશો રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી પાકિસ્તાન બાદ બાંગ્લાદેશ દ્વારા મોદી સરકારની આબરૂનાં ધજાગરાં ઉડાડવામાં આવ્યાં છે. છતાં સત્તાના મદમાં મસ્ત નરેન્દ્ર દામોદરદાસ મોદી અને જય શાહના પપ્પા આ મામલે કોઈ સક્રિય કાર્યવાહી કરે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. એમાંય નરેન્દ્ર દામોદરદાસ મોદીનું દુર્ભાગ્ય જ ગણાય કે, આ ફજેતીના નામે તેઓ બિહારની જનતા પાસેથી મત પણ માંગવા સમર્થ નથી.









