UNHRC: UNમાં ભારતે ઈરાનનું સમર્થન કરતા અમેરિકા અને યુરોપિયન યુનિયન ચોંકયા !

  • World
  • January 24, 2026
  • 0 Comments

● ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પશ્ચિમી દેશોના પ્રસ્તાવનો વિરોધ કર્યો

UNHRC: હાલમાં ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે અમેરિકાની તોપોના નાળચા ઈરાન સામે મંડાયેલા છે અને બોંમ્બર વિમાનો તેમજ મિસાઇલ માત્ર ટ્રમ્પના એક ઈશારે ઈરાનને કચડી કાઢવા દરિયાઈ સીમમાં ધામા નાખીને બેઠા છે તેવે સમયે
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના 39મા વિશેષ સત્રમાં વૈશ્વિક સ્તરે એક મોટી રાજકીય ઘટના જોવા મળી કે હાલમાં ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે ખુલ્લેઆમ સખત વિરોધ નોંધાવ્યો છે.

ભારતે પ્રસ્તાવથી ‘નરો વા કુંજો’ની નીતિ રાખ્યા વગર પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવના વિરુદ્ધમાં ‘NO’ વોટ આપતા અમેરિકા અને યુરોપિયન યુનિયન ચોંકી ગયા છે કારણકે તેઓએ આ વિચાર્યું ન હતું.

મહત્વનું છે કે ઈરાનમાં ડિસેમ્બર 2025થી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ચાલી રહયા છે જેમાં ઈરાન સરકારની કાર્યવાહીની નિંદા કરવાનો અને તેની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા માટે નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં UN હાઈ કમિશનર વોલ્કર તુર્કે ઈરાનમાં ચાલી રહેલા તોફાનોને ‘ક્રૂર દમન’ ગણાવી તપાસની માંગ કરી હતી જેમાં મતદાન પ્રસ્તાવ સંખ્યા A/HRC/S-39/L.1 પર થયું હતું.

● UNHRCમાં થયેલા મતદાનના પરિણામોમાં વૈશ્વિક સ્તરે સ્પષ્ટ વિભાજન સામે આવ્યુ છે.

આ મતદાન પ્રક્રિયામાં ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે, મેક્સિકો અને દક્ષિણ કોરિયા જેવા 25 પશ્ચિમી અને અન્ય દેશોએ પ્રસ્તાવની પક્ષમાં (YES) વોટ આપ્યો હતો જ્યારે ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પ્રસ્તાવના વિરોધમાં (NO) મતદાન કર્યું હતું જ્યારે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા 14 દેશો આ પ્રક્રિયાથી અલિપ્ત રહયા અને તટસ્થ (ABSTAIN) ભૂમિકામાં રહ્યા હતા.

આ પ્રસ્તાવમાં ભારતે વિરોધ કરી ઇરાનને ખુલ્લું સમર્થન કરતા વિશ્વના ઘણા દેશો ચોંકી ગયા છે કારણકે આંતરરાષ્ટ્રીય મંચ પર આવા મુદ્દાઓ ઉપર મોટાભાગે ભારત ‘તટસ્થ’ રહેવાની નીતિ અપનાવતું આવ્યું છે, પરંતુ આ વખતે ઈરાનના મુદ્દે સીધો વિરોધ કર્યો છે.

આ મામલે વિશ્લેષકો માને છે કે ભારતે આ પગલા દ્વારા સંદેશ આપ્યો હોય શકે છે કે તેની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે પશ્ચિમી દેશોના કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણય લઇ શકે છે. બીજું કે ઈરાન સાથેના ભારતના સારા સંબંધો રહયા છે અને ‘ચાબહાર પોર્ટ’ જેવી વ્યૂહાત્મક પરિયોજનાઓ ભારત માટે અત્યંત મહત્ત્વની જેનું ધ્યાન રાખવામાં આવી શક્યું હોય છે.

સાથેજ માનવાધિકારના બહાના હેઠળ કોઈ પણ દેશની તેની પોતાની આંતરિક બાબતોમાં વિદેશી તપાસ કે હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં કાલે ઉઠીને બીજા સાથે પણ આવું જ થઈ શકે છે આ વખતના બદલાયેલા સમીકરણોમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત,ચીન અને પાકિસ્તાન એક મંચ પર સાથે ઊભેલા જોવા મળ્યા હતા, જે વૈશ્વિક રાજકારણની બદલાયેલી સ્થિતિમાં એક અત્યંત નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.

માનવાધિકાર સંગઠન HRANA દ્વારા કુલ 4,519 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને દાવો કર્યો છે કે અન્ય 9,000થી વધુ શંકાસ્પદ મોતના કિસ્સાઓમાં હજુ તપાસ ચાલુ છે જોકે,ઈરાન સરકારે માનવાધિકાર સંગઠન HRANAના આ આંકડાને રદિયો આપ્યો છે અને આ પ્રસ્તાવને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધો છે

ઈરાન સરકારે લગભગ 3,000 લોકોના મોતની સત્તાવાર કબૂલાત કરી છે જોકે, ભારત,ચીન સહિતના દેશોના વિરોધ છતાં બહુમતીને કારણે પ્રસ્તાવ તો પસાર થઈ ગયો છે, પરંતુ ભારત, ચીન,પાકિસ્તાન જેવા દેશો એક મંચ ઉપર આવતા બદલાયેલા સમીકરણોને વૈશ્વિક ગુરુઓ અલગ ચશ્માથી જોઈ રહયા છે અને તેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”
  • March 18, 2026

Iran War Update: ઈરાનના ટોચના કમાન્ડર અલી લારીજાની અને સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇઝરાયલે હવે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને ખુલ્લો પડકાર આપ્યો છે. IDF એ જાહેરાત કરી, “અમે તેને…

Continue reading
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”
  • March 17, 2026

■ અમેરિકાએ વેઝુએલા અને ઈરાન ઉપર હુમલા કર્યા હવે શુ ચીને પણ ટ્રમ્પ વાળો પ્લાન અમલમાં મુકવાની તૈયારીઓ શરૂ કરી? Jeeping: જ્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન હાલ પશ્ચિમ એશિયામાં તણાવ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

  • March 17, 2026
  • 6 views
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

  • March 17, 2026
  • 7 views
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !

  • March 17, 2026
  • 9 views
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !