
UP: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં સ્થિત પ્રખ્યાત ખેરેશ્વર મહાદેવ મંદિરમાં રશિયન બાર ગર્લનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થતાં મહાદેવના સાચા હિંદુ ભક્તોમાં રોષ ભભૂક્યો છે. મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના નામે ધાર્મિક સ્થળે અશ્લીલતા પીરસવામાં આવી છે. કાર્યક્રમમાં બાર ડાન્સર યુવતીના ઠુમકાનો આનંદ માણતાં ભક્તો પણ જોવા મળ્યા છે. જેથી લોકો સવાલો કરી રહ્યા છે આ ભક્તો કેવા છે, જે અશ્લીલત મંદિરમાં જુઓ છે?
Tanatani Culture
Russian Mujra at the Temple 💃
At Aligarh’s ancient Shrikhereshwar Mahadev Temple, during the fair for Dev Chhath, Bhakts apparently “Enjoyed” the Performances by Russian Girl.#UttarPradesh #Nepal #CPRadhakrishnan #MeditationCamp pic.twitter.com/Hl011ItR4m
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) September 10, 2025
જાણવા મળ્યું છે કે થાણા લોઢા વિસ્તારમાં સ્થિત ખેરેશ્વર મહાદેવ મંદિરમાં દેવ છઠ મેળા દરમિયાન મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે બનાવેલા સ્ટેજ પર બાર ડાન્સર ગર્લના ડાન્સથી લોકોમાં ખળભળાટ મચ્યો છે. મંદિરમાં ડાન્સર યુવતીનો અશ્લીલ ડાન્સ બતાવતાં સાચા ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સાથે સાથે ભક્તોની ભક્તિ પર પણ સવાલ પેદા થયા છે. આવા કાર્યક્રમ એક મંદિરમાં કેવી રીતે રાખી શકાય. આવા ડાન્સ જોનારા ભક્તો કેવા હશે?. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાંથી વારંવાર બળત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવા કાર્યક્રમથી લોકો દુષ્ટકર્મો તરફ પ્રેરાઈ રહ્યા છે. જેથી સાચા ભક્તોમાં આ મુદ્દે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
મંદિરમાં પહેલીવાર અશ્લીલ ડાન્સ
દેવ છઠ મેળામાં ભૂતકાળમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વખતે આયોજકોએ મંદિરમાં બાર ડાન્સરોનો અશ્લીલ ડાન્સ કરાવ્યો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ આયોજકોની ભારે ટીકા થઈ રહી છે.
બીજી તરફ લોકોનું કહેવું છે કે ખેરેશ્વર મંદિરમાં દેવ છઠ મેળા દરમિયાન અશ્લીલ નૃત્ય આપણી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા જેવું છે. આયોજકો આવા અશ્લીલ નૃત્ય રજૂ કરીને આપણી ધાર્મિક સંસ્કૃતિ સાથે રમત રમી રહ્યા છે. મંદિરમાં આવા કાર્યક્રમોનો વિરોધ થવો જોઈએ. ખેરેશ્વર મંદિરની બહાર લોકોના અશ્લીલ નૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો ત્યાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને રશિયન મુજરા પણ કહી રહ્યા છે.
લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે શું મહાદેવના મંદિરમાં બીજા ધર્મના લોકો આયોજન કરવા આવવના છે?. આયોજકો હશે તો હિન્દુઓ જ ને?, શું આવા અશ્લીલ ડાન્સના આયોજન કરવાથી હિન્દુ આસ્થાને ઠેસ ના પહોંચે?
આ પણ વાંચો:
MP: બે પોલીસકર્મીઓ બાર ગર્લ્સ સાથે અશ્લીલ ડાન્સ કરતાં કેમેરામાં કેદ, વીડિયો જોશો તો…
ઓપરેશન સિંદૂર ટેસ્ટ મેચની જેમ 4 દિવસમાં સમાપ્ત થયું: આર્મી ચીફ | Upendra Dwivedi
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….








