
UP Aligarh News: ઉત્તર પ્રદેશના અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માતાની મમતાને શર્માશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઘર માલિકણ પોતાના નાની બાળકીને મૂકી ભાડૂઆત સાથે ભાગી ગઈ. જેથી 11 માસની બાળકીનું માતાના ભાગ્યાના 12 દિવસ બાદ મોત થઈ ગયુ. જાણો સમગ્ર કરુણ ઘટના.
રાહુલ નામનો એક યુવાન તેની પત્ની અને બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. મકાનમાલિક શિવકુમારનો પરિવાર પણ ઘરના ઉપરના ભાગમાં રહેતો હતો. મકાનમાલિકના પરિવારમાં તેની પત્ની અને એક માસૂમ 11 મહિનાની પુત્રી હતી. જોકે આ કિસ્સામાં એવું થયું કે બંને પરિવાર બર્બાદ થઈ ગયા. જે બંને પરિવારો ક્યારેય નહીં ભૂલે.
રાહુલ ભાડાના મકાનમાં રહેતો અને મકાનમાલિકની પત્નીના પ્રેમમાં પડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર મકાન માલિકની પત્ની અને ભાડૂઆત રાહુલ નામના પરિણીત પુરુષ એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા. વાતો કરતાં કરતાં ભાડુઆત અને માલિકણ નજીક આવવા લાગ્યા હતા. બાદમાં ધીરે ધીરે બંનેની એકબીજા સાથે આંખો મળી ગઈ. બંનેના સંબંધો પ્રેમસંબંધમાં ફેરવાઈ ગયા. જે બે પરિવારના અન્ય સભ્યોને ખબર પણ ન પડી.
જે બાદ ભાડુઆત રાહુલ અને મલિકણ પરિવારોને છોડી ભાગી ગયા. બંનેના પરિવારોને તેમના સંબંધ અને તેમના ફરાર થવાની જાણ થતાં જ મોટો હોબાળો મચી ગયો હતો.
11 મહિનાની બાળકી તેની માતાને યાદ કરતી રહી
ઉલ્લેખનીય છે કે મકાન મલિકણ મહિલા તેની 11 મહિનાની બાળકીને ઘરે જ છોડીને તેના પ્રેમી ભાડૂઆત સાથે ભાગી ગઈ હતી. ગેરકાયદેસર સંબંધોના જાળમાં ફસાયેલી મહિલાને તેની બાળકીનું પણ ન વિચાર્યું, તેના પર દયા ન રાખી. આવી સ્થિતિમાં 11 મહિનાની માસૂમ બાળકી તેની માતાની યાદ કરીને સતત રડતી રહેતી હતી. પરિવારના સભ્યોએ તેને શાંત કરવાનો પ્રયાસ કરતાં હતા. પરંતુ 12 દિવસ પછી તેની માતાની યાદમાં બાળકીએ દમ તોડી દીધો.
બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી
તમને જણાવી દઈએ કે પીડિત બાળખીના પિતાએ SSP ને પણ મળીને તેની પત્નીને શોધવાની વિનંતી કરી છે. બીજી તરફ પ્રેમી રાહુલની પત્ની પણ ખૂબ જ દુઃખી છે. રાહુલની પત્નીનું કહેવું છે કે તેના પતિના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો છે. આ વખતે તે મકાન માલિકણ સાથે ભાગી ગયો છે. હાલમાં પોલીસ બંનેને પકડવાનો પ્રયાસ કરી રહી છે. અલીગઢનો આ કિસ્સો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. યુપીમાં આવી ઘટના વારંવાર બની રહી છે. તે એક સમાજ માટે કલંકરુપ છે.
આ પણ વાંચોઃ
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર