
UP: ઉત્તર પ્રદેશના અમેઠીથી એક હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચ્યો છે. જ્યાં બીજી પત્નીએ છરી વડે પતિના ગુપ્તાંગને કાપી નાખ્યો. તેણે શરીરના અન્ય ભાગો પર પણ જીવલેણ હુમલો કર્યો છે. હુમલામાં પતિ ગંભીર રીતે ઈજાઓનો ભોગ બનતાં પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો. જ્યાં તેની હાલત ગંભીર છે. આ ઘટના બનતાં આજુબાજુના વિસ્તારોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.
આ મામલો જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મગલગંજ કાચનવ ગામનો છે. અહીં રહેતા અંસાર અલીએ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન 2011માં થયા હતા. જ્યારે બીજા લગ્ન માર્ચ 2025માં થયા હતા. બંને પત્નીઓ ઘણીવાર આ વાતને લઈને ઝઘડતી હતી.
ગઈકાલે રાત્રે બીજી પત્ની નાઝનીએ પતિને નશીલા પદાર્થો ખવડાવીને બેભાન કરી દીધો હતો. પછી તેણે તેના પર વારંવાર હુમલો કર્યો. તેનો ગુપ્તાંગ પણ કાપી નાખ્યો. આ પછી તે ઘટનાસ્થળેથી ભાગી ગઈ. બીજી તરફ, માહિતી મળતાં જ પરિવારજનો અંસાર અલીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ તેની હાલત જોઈને તેને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ તેને રાયબરેલી એઈમ્સ મોકલી દીધો.
આ કેસમાં અંસાર અલીના ભાઈએ જણાવ્યું કે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે નાઝની ભાગતી જોવા મળી. જ્યારે ઘરની અંદર, ભાઈ લોહીથી લથપથ હતો. બીજી તરફ, ચોકીના ઇન્ચાર્જ રાઘવેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફરિયાદ મળ્યા બાદ, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ બંને પત્નીઓ વચ્ચેના ઝઘડા બાદ આ ભયાનક પગલું ભરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
Gujarat: પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે CR પાટીલ શું બોલ્યા?
C.R. Patil: પાટીલે મુંબઈને પાણી આપવા માટે ગુજરાતના લોકો સાથે દગો કર્યો, જુઓ આ ખાસ રિપોર્ટ
Bengaluru: PM મોદીનો નવો ચમત્કાર, રવિવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને મળ્યા
Bihar: બિહાર નાયબ મુખ્યમંત્રીના બે મતદાર કાર્ડ પકડાયા, પછી શું બોલ્યા?
Surat: ભૂવાએ મહિલા પર ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું, પિતૃદોષ દૂર કરાવવા જવું મોંઘુ પડ્યુ, જાણો