
UP Auraiya Crime: ઉત્તર પ્રદેશના ઔરૈયાની રહેવાસી 20 વર્ષીય રાધાએ 3 વર્ષ પહેલાં ઝાંસીના પ્રેમ પ્રકાશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પહેલા તેઓ મિત્ર બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. બંને વચ્ચેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે પરિવાર પણ લગ્ન માટે રાજી થઈ ગયો હતો. બંનેના લગ્ન થઈ ગયા. પરંતુ હવે એટલે કે લગ્નના 3 વર્ષ પછી કંઈક એવું બન્યું જેણે રાધાએ બંને પરિવારોને રડતાં મૂકી દીધા છે.
હકીકતમાં રાધાએ આપઘાત કરી લીધો છે. રાધાના આપઘાત પાછળનું ચોકાવનારું કારણ સામે આવ્યું છે. જે સાંભળી તમારા હોશ ઉડી જશે. ઉલ્લેખનીય છે કે રાધાની મોટી બહેન પ્રિયંકાનું પણ લગ્ન પણ એ જ ગામમાં થયું હતુ. જોકે મોટી બહેન પણ રાધાનો જીવ બચાવી શકી નહીં.
આખરે અચાનક શું થયું?
પ્રાપ્ત માહિતી અનુસાર રાધા અને તેના પતિ વચ્ચે મોબાઈલ પર રીલ જોવાને લઈને એટલો બધો ઝઘડો થયો કે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. બન્યું એવું કે શનિવારે સાંજે તેનો પતિ પ્રેમ પ્રકાશ ખેતરથી ઘરે આવ્યો હતો. તે નહાવા માટે બાથરૂમમાં ગયો.
તે સમયે પત્ની રાધા પલંગ પર સૂતી હતી. તે મોબાઇલ પર રીલ જોઈ રહી હતી. સ્નાન કર્યા પછી પ્રેમ પ્રકાશે તેની પત્ની રાધાને રુમાલ આપવા કહ્યું હતુ. જો કે રીલ જોવામાં મશગુલ બનેલી રાધાએ પતિને રુમાલ ન આપ્યો. જેથી પતિ પ્રેમ પ્રકાશ ભારે રોષે ભરાઈ ગયો હતો. બાથરુમની બહાર આવીને પ્રેમ પ્રકાશે જોતાં રાધા રીલ જોઈ રહી હતી. જેને લઈ બંને વચ્ચે ભારે ઝઘડો થઈ ગયો.
પતિએ રાધાને થપ્પડ મારી દીધી
માહિતી મળી રહી છે કે કે ઝઘડા દરમિયાન પતિએ રાધાને થપ્પડ મારી દીધી. આનાથી રાધા એટલી દુઃખી થઈ ગઈ કે તેણે ઝેર પીને પોતાની જીવનલીલા સંકોલી લીધી. પરિવાર તેને ઝાંસી મેડિકલ કોલેજ પણ લઈ ગયો પણ તેનો જીવ ન બચી શક્યો.
મૃતકની મોટી બહેને શું કહ્યું?
મૃતકની બહેને જણાવ્યું કે અમારી નાની બહેન રાધા અને તેના પતિ વચ્ચે ઝઘડો થયો હતો. અમે તેને સમજાવી હતી. પતિ સાથે રુમાલ માગવા બાબતને લઈને ઝઘડો થયો હતો અને તેણે તેને થપ્પડ મારી હતી. જેને લઈ રાધાએ આ પગલું ભરી લીધુ છે. હાલમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા
Madhya Pradesh: લોકોએ રસ્તા પર રોપણી કરી નાખી, જાણો કારણ
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી








