
UP Banda pregnant wife suicide: ઉત્તર પ્રદેશના બાંદામાં એક વિચિત્ર કિસ્સોએ સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. અહીં એક 22 વર્ષિય પરિણીત મહિલા ગર્ભવતી થઈ ગઈ. પરંતુ આ પછી તેણે પોતે જ પોતાનું જીવનનો અંત લાવી દીધો છે. આરોપ છે કે મહિલા માતા બનવા માંગતી ન હતી. તેણે તેના પતિને ગર્ભપાતની દવા લાવવા કહ્યું હતું. પણ પતિએ દવા ન લાવી આપી. જેથી મહિલાએ કથિત રીતે પોતાના ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ.
બીજી તરફ મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. તેમણે છોકરીના સાસરિયાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતકે તેના પ્રેમી સાથે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
મંજુ 2 મહિનાની ગર્ભવતી હતી
આ સમગ્ર મામલો બાંદાના અટારા કોતવાલી વિસ્તારના બલ્લાન ગામનો છે. મળતી માહિતી મુજબ ચિત્રકૂટ જિલ્લામાં રહેતી એક વ્યક્તિએ એપ્રિલ 2024 માં છતરપુરમાં પોતાની પુત્રી મંજુના લગ્ન બલ્લાન ગામના રુશુ નામના યુવક સાથે કર્યા હતા. જાણવા મળ્યું છે કે તેમણે કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. ત્યારથી મંજુ તેના પતિ રિશુ સાથે રહેવા લાગી હતી અને તે બે મહિનાની ગર્ભવતી હતી.
મંજુને બાળક નહોતું જોઈતું
પ્રાપ્ત માહિતી અનુસાર મંજુ ગર્ભવતી થયા પછી પણ આંગણવાડીમાં રસી લીધી ન હતી. તે ગર્ભવતી હોવાનું કોઈને કહેતી પણ ન હતી. મૃતક મંજુ ના સાસરિયાઓનું કહેવું છે કે તે ગર્ભપાત કરાવવા માંગતી હતી. જો કે સાસરી પક્ષને તે મંજૂર ન હતુ.
પતિએ ગર્ભનિરોધક દવા ન લાવી આપી
મૃતક મહિલાના પતિને રિશુને ગર્ભનિરોધક ગોળી લાવવા માટે પણ કહ્યું હતું. પરંતુ પરિવારે દવા લાવવાનો ઇનકાર કર્યો હતો. જેથી પતિ દવા લાવ્યો ન હતો. આનાથી દુઃખી થઈને મંજુએ પોતાનું જીવનનો અંત લાવી દીધો. જાણવા મળ્યું છે કે શુક્રવારે રાત્રે મંજુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
બીજી તરફ મૃતક મહિલાના પિતાનું કહેવું છે કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
પોલીસે આ કહ્યું?
આ સમગ્ર મામલા અંગે પ્રવીણ કુમાર (ડીએસપી બાંદા) એ જણાવ્યું હતું કે, 22 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી. મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
પણ વાંચો:
Telemedicine: પાટણથી પ્રારંભ, હવે આખા ગુજરાતમાં ટેલિમેડિસિનનો વિસ્તાર
Telemedicine: પાટણથી પ્રારંભ, હવે આખા ગુજરાતમાં ટેલિમેડિસિનનો વિસ્તાર
Indonesia ship fire: દરિયા વચ્ચે જહાજમાં ભયંકર આગ, 300થી વધુ મુસાફરો સવાર હતા, 5ના મોત
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
Dehradun: કાવડયાત્રામાં જંગલી હાથી ઘૂસી ગયો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ , કાવડિયાઓના થયા બેહાલ
UP Crime: મિત્રની સાળીને પ્રેમજાળમાં ફસાવી, અશ્લિલ ફોટા પાડી લીધા, મળવા બોલાવતાં જ આપઘાત, જાણો વધુ