
UP Banke Bihari Corridor Controversy: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવન શહેરમાં આવેલા બાંકે બિહારી મંદિર માટે બનતાં કરિડોરના નિર્માણનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કોરિડોરની વચ્ચે આવતા ઘરો અને દુકાનો તોડી પાડવામાં આવી રહી છે. જેને લઈ વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે ભાજપ સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ ‘બાંકે બિહારી કોરિડોર બનશે જ તેવું નિવેદન આપ્યું છે. સાથે જ તેમને કહ્યું કે જેને મુશ્કેલી હોય તે વૃદાંવન છોડીને જતા રહે. આ નિવેદન ભારે વાયરલ થયું છે.
હાલ વૃંદાવનમાં બાંકે બિહારીમાં કરિડોરના નિર્માણનનો મુદ્દો ભારે ઉછળ્યો છે. ભાજપ કરિડોરના નિર્માણનનું સમર્થન કરી રહ્યું છે. જ્યારે કરિડોરના નિર્માણન કાર્યમાં વચ્ચે આવતાં ઘરો, દુકાનો તોડી પાડવામાં આવતાં લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દો પ્રસ્તાવિત કોરિડોર અને મંદિર ટ્રસ્ટનો છે. જ્યારથી વટહુકમ આવ્યો છે, ત્યારથી લોકો સ્થાનિક સ્તરે તેનો વિરોધ કરી રહ્યા છે.
हम बाँके बिहारी जी का कॉरिडोर जरूर बनायेंगे और जिन्हें इससे दिक्कत है, वो कहीं और जाकर बस जाएं।
– हेमा मालिनी (BJP सांसद) pic.twitter.com/Daj0pQt3Ff
— Govind Pratap Singh | GPS (@govindprataps12) July 5, 2025
હવે સાંસદ હેમા માલિનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. હેમા માલિની કહી રહી છે કે કોરિડોર બનશે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે જેને મુશ્કેલી હોય તો વૃંદાવન છોડીને બીજે ક્યાંક જતા રહે. આ નિવેદન પછી વૃદાંવનના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
શું છે સમગ્ર મામલો?

વહીવટીતંત્ર બાંકેબિહારી કોરિડોર બનાવવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે 2023 માં એક સર્વે કર્યો હતો. હવે તેઓ આ સર્વેના આધારે આગળ વધી રહ્યા છે. સર્વેમાં, લગભગ 275 ઘરો અને દુકાનો કોરિડોરના માર્ગમાં આવી રહી છે. વહીવટીતંત્રે આમાંથી 70 ઇમારતોની ચકાસણી કરી છે. તેઓ બાકીની ઇમારતોની પણ ચકાસણી કરશે. શ્રી બાંકેબિહારી મંદિર કોરિડોર અંગે વહીવટીતંત્ર અને મંદિર સેવાદારો વચ્ચે કેટલાક મતભેદો છે. તેમ છતાં, સર્વેનું કાર્ય ચાલુ છે.
સુપ્રીમ કોર્ટે કોરિડોર બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ પછી કોરિડોરના કાર્યથી મુશ્કેલીમાં મૂકાયેલા લોકોએ વહીવટીતંત્ર પાસે ફરીથી સર્વે કરાવવાની માંગ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે 2023ના સર્વેના આધારે ચકાસણી કરાવવાનો નિર્ણય લીધો છે. એડીએમ એફઆર ડૉ. પંકજ વર્માએ જણાવ્યું હતું કે સર્વેમાં સમાવિષ્ટ ઇમારતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણી ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે. 2023ના સર્વેમાં 275 ઇમારતો કોરિડોરના કાર્યક્ષેત્રમાં આવતી હતી. ફક્ત તે જ ઇમારતોની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 70 ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે.
ચકાસણી દરમિયાન ઇમારતોની વર્તમાન સ્થિતિ તપાસવામાં આવી રહી છે. તેમના કુલ વિસ્તાર, દિશાઓ, માલિકી હકો અને તેમાં રહેતા ભાડૂઆતો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વૃંદાવનના લોકોના કોરિડોર વિશે અલગ અલગ મંતવ્યો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો વિરોધ કરી રહ્યા છે. તેનો વિરોધ કરનારાઓ કહે છે કે આનાથી તેમની જમીન અને મકાનો છીનવાઈ જશે. બીજી તરફ, તેનું સમર્થન કરનારાઓ કહે છે કે આનાથી વૃંદાવનનો વિકાસ થશે અને પ્રવાસીઓને સુવિધા મળશે.
આ પણ વાંચોઃ
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ








