
UP Murder Case: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં પોલીસે ગણતરીના કલાકોમાં મસ્જિદના મૌલવીની પત્ની અને તેમની બે પુત્રીઓના ત્રિપલ હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં બે સગીર આરોપીઓની ધરપકડ કરી છે. સગીર આરોપીઓ પાસેથી પોલીસને જાણવા મળ્યું છે કે આ બે સગીરો મૌલવી પાસેથી તાલીમ લઈ રહ્યા હતા. મૌલવીએ તાજેતરમાં એક સગીર બાળકને માર માર્યો હોવાનો આરોપ છે. તેની રીસ રાખી બીજા એક સાથી સાથે મળીને મૌલવીની પત્ની અને બે નાની પુત્રીઓની ગેરહાજરીમાં હત્યા કરી નાખી.
બાગપતના દોઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગંગનૌલી ગામના મસ્જિદ સંકુલમાં એક રૂમમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહો મસ્જિદમાં ભણાવતા ઇમામ ઇબ્રાહિમની પત્ની ઇસરાના અને તેમની બે નાની પુત્રીઓ 5 વર્ષની શોફિયા અને 2 વર્ષની સુમૈયાના હતા. ત્રણેયની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે મૌસવી કામકાજ માટે દેવબંદ ગયા હતા. જ્યારે મૌલવી મસ્જિદના ઉપરના રૂમમાં ઇસરાના અને તેની પુત્રીઓના લોહીથી લથપથ મૃતદેહ મળ્યા હતા.
આરોપીઓ કેવી રીતે પકડાયા?
બાગપતના પોલીસ અધિક્ષક (એસપી) સૂરજ કુમાર રાયે જણાવ્યું હતું કે ગંગનૌલીમાં એક મહિલા અને બે બાળકોની હત્યાના અહેવાલો બાદ 11 ઓક્ટોબરે સાત ટીમો બનાવવામાં આવી હતી. માત્ર છ કલાકમાં પોલીસે કેસ ઉકેલી નાખ્યો અને બે સગીર આરોપીઓની ધરપકડ કરી. તેમની માહિતીના આધારે, હત્યામાં વપરાયેલ હથોડી અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક (એસપી) એ જણાવ્યું કે મસ્જિદના મુફ્તી સાહેબ તેમના પરિવાર સાથે મસ્જિદની ઉપરના રૂમમાં રહેતા હતા. તેમના પરિવારના મૃતદેહ મળ્યા પછી, યુનિટ ઘટનાસ્થળે પહોંચ્યું અને ફિંગરપ્રિન્ટ્સ અને ડીએનએ સહિતના પુરાવા એકત્રિત કર્યા. ત્યારબાદ કેસની તપાસ માટે સાત ટીમો તૈનાત કરવામાં આવી. આસપાસના વિસ્તારના વીડિયોની તપાસ કરવામાં આવી અને બે શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે બંને આરોપીઓએ મસ્જિદના મૌલવી પાસે ભણતા હતા. મૌલવી ઘણીવાર તેમને માર મારતા હતા. આનાથી ગુસ્સે થઈને હત્યાનો કારસો ઘડ્યો હતો. જાણવા મળ્યુ છે કે 10 ઓક્ટોબરે મૌલવીએ આરોપીઓમાંથી એકને માર માર્યો હતો. ત્યારબાદ બંનેએ હત્યાની યોજના બનાવી હતી. બપોરે 1 વાગ્યાની આસપાસ, બંનેએ ગુનાને અંજામ આપી ભાગી ગયા હતા.
આ પણ વાંચો:
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Vadodara: મૌલવીની કરતૂત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, કેમેરા તપાસતાં પકડાયો
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો








