
UP: દેશમાં સતત મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે. ખુદ રક્ષકો જ ભક્ષક બની રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વારંવાર નેતાઓ, પોલીસકર્મીઓ મહિલાઓની છેડતી કરતાં પકડાઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમાં એક પોલીસકર્મીએ મહિલાની છેડતી કરી અશ્લીલતા આચરી છે. જેથી ગુસ્સે ભરાયેલી પિડિત મહિલાની બહેન પોલીસકર્મીને કોલર પકડી પોલીસ ચોકીએ લઈ ગઈ હતી.
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) October 29, 2025
ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી મહિલા સાથે કોઈ ટપોરી નહીં પણ ખુદ પોલીસકર્મી જ અશ્લીલતા અને છેડતી કરતાં પકડાયો છે. કાનપુરના ગુરુદેવ ચોકી વિસ્તારમાં એક મહિલાએ પોલીસ કર્મચારી પર છેડતી અને અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર, આરોપી પોલીસ કર્મચારીએ તેની બહેનની છેડતી કરી, તેનો નંબર માંગ્યો, અને જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે તેની નેમપ્લેટ કાઢીને ખિસ્સામાં મૂકી દીધી, અને પછી તેને ધમકી આપી.
જેથી ગુસ્સે ભરાયેલી મહિલાએ પોલીસકર્મીને પકડી લઈ ગુરુદેવ ચોકી પર ખેંચી ગઈ, જ્યાં તેણે હોબાળો મચાવ્યો અને ન્યાયની માંગણી કરી હતી. મહિલાએ કહ્યું કે તેની બહેન સ્ટેમ્પ પેપર ખરીદવા માટે ગોલ ચૌરાહા ગઈ હતી ત્યારે પોલીસકર્મીએ પાછળથી તેને બોલાવી અને તેને રોકવા કહ્યું.
ત્યારબાદ તેણે મહિલાનો ફોન નંબર માંગ્યો, પછી તેનો પીછો કર્યો, તેની સાથે બળજબરીથી અશ્લીલ વાતો કરી. જેથી ગુસ્સે ભરાયેલી મહિલાએ આરોપી પોલીસ અધિકારીને પકડી લીધો અને શબક શીખવાડ્યો. પીડિતાનું કહેવું છે કે અધિકારીઓએ તેના પર કેસ પાછો ખેંચવા દબાણ કર્યું અને માફી માંગવાની માંગ કરી હતી.
જોકે મહિલાને માફી માગવાનું કહેતા વધુ હોબાળો મચ્યો હતો. કારણ કે પોલીસે ગુંડાગીરી કરી ઉપરથી મહિલાને માફી માંગવા કહ્યું હતુ. આરોપી પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એસીપી સુમિત રામટેકેએ જણાવ્યું હતું કે તપાસ બાદ એવું જણાયું છે કે આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ દેશમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા કરે છે. સરકાર સુરક્ષા માટે પોલીસની ભરતી કરે છે. બમણો પગાર આપે છે. અને પછી તે જ પોલીસકર્મી મહિલાઓી છેડતી કરતાં પકડાઈ તે કેટલું યોગ્ય કહેવાઈ. પિડિત પરિવારે આરોપી પોલીસકર્મી સામે વધુ કડકમાં કડક પગલાં લેવાઈ તેવી માંગ કરી છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!








