Rahul Gandhi on PM Modi:રાહુલ ગાંધીએ કહ્યું,નરેન્દ્ર મોદી ડરપોક છે!ટ્રમ્પ 50 વાર બોલ્યા છે કે યુદ્ધ મે અટકાવ્યું છતાં મોદી ચૂપ કેમ છે?હિંમત હોયતો ટ્રમ્પનું નામ લઈ ખુલાસો કરો!!

  • India
  • October 30, 2025
  • 0 Comments

Rahul Gandhi on PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીએકવાર દક્ષિણ કોરિયાની ધરતી ઉપરથી ભારતના નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનને ધમકાવીને યુદ્ધ વિરામ કરાવ્યો હોવાનું નિવેદન આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ટ્રમ્પ 50 વખત જાહેરમાં બોલ્યા છે કે નરેન્દ્ર મોદીને ધમકી આપી યુદ્ધ વિરામ કરાવ્યો છે છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એટલા ડરે છે કે ખુલ્લેઆમ ટ્રમ્પનુ નામ લઈ બોલી પણ નથી શકતા કે ટ્રમ્પ બોલ્યા તે ખોટું છે.બિહારના દરભંગામાં એક ચૂંટણી રેલીને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે ટ્રમ્પ વિવિધ દેશોમાં પીએમ મોદીનું અપમાન કરી રહ્યા છે છતાં મોદી ચૂપ છે

રાહુલ ગાંધીએ કહ્યું,નરેન્દ્ર મોદી ડરપોક છે!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે તેમણે પીએમ મોદીને ઓપરેશન સિંદૂર રોકવા માટે ધમકાવવામાં આવ્યા હતા અને 250 ટેરિક લાદવાની ધમકી આપી હતી તેથી તે માની ગયા.રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ટ્રમ્પે કહ્યું છે કે સાત વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા ટ્રમ્પે ૫૦ વાર કહ્યું કે તેમણે નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદૂર રોકવા માટે ડરાવ્યા હતા, પરંતુ મોદીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. પીએમ મોદીમાં કંઈ કહેવાની હિંમત નથી. આવા માણસ બિહારમાં ક્યારેય વિકાસ લાવી શકતા નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું, “1971ના યુદ્ધ દરમિયાન, ઇન્દિરા ગાંધીએ અમેરિકન રાષ્ટ્રપતિને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે તમારાથી ડરતા નથી. વડા પ્રધાનો આવા જ હોય ​​છે. ટ્રમ્પે એક કે બે વાર નહીં પરંતુ 50 વાર કહ્યું છે કે તેમણે ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું છે. તેઓ (ટ્રમ્પ) આપણી સેના, આપણી વાયુસેના વિશે વાત કરી રહ્યા છે. આપણા વડા પ્રધાનમાં એ કહેવાની હિંમત નથી કે ટ્રમ્પ જે કહી રહ્યા છે તે ખોટું છે.

હવે,હું પીએમ મોદીને પડકાર ફેંકું છું કે જો મોદી સાચા હોય તો જ્યારે તેઓ બિહાર આવે છે, ત્યારે તેમણે જાહેરમાં કહેવું પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈ જાહેરમાં કહેવું પડશે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે પણ તેવું તે નહિ કરે, કારણકે તેઓ ટ્રમ્પથી ડરે છે.

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે (29 ઓક્ટોબર, 2025) દક્ષિણ કોરિયા ગયા ત્યાં પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે ભારત-પાકિસ્તાન તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે બંને દેશો લડી રહ્યા હતા, ત્યારે તેમણે તેમને યુદ્ધ બંધ કરવા જણાવી તેમણે બંને દેશો પર 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના કારણે તાત્કાલિક યુદ્ધવિરામ થયો હતો.આમ,ટ્રમ્પ દુનિયાભરમાં ભારત-પાકિસ્તાને પોતાના કહેવા પર યુદ્ધ અટકાવી દીધાનો દાવો કરી રહયા છે અને પાકિસ્તાને તે વાત સ્વીકારી લીધી છે પણ મોદી ઇન્કાર કરી રહયા છે પણ વિપક્ષનું કહેવું છે કે જો તમે સાચા હોયતો જાહેરમાં કે પ્રેસ કોંફરન્સ કરી મોદી પોતેજ ટ્રમ્પનું નામ લઈ ખુલાસો કેમ નથી કરી રહ્યા? તેમણે પણ ટ્રમ્પનું નામ લઈ કહી દેવું જોઈએ કે ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે અમારે આવી કોઈ વાત નથી થઈ અને ભારત કોઈથી ડરતું નથી તે કોઈની મધ્યસ્થી સ્વીકારતું નથી પણ આવું મોદી બોલતા નથી તે દર્શાવે છે કે તેઓ આવું બોલતા ડરે છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત