
UP Kanpur suicide: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચી તમારુ હૃદય પણ કંપી ઉઠશે. જાણવા મળ્યું છે કે અહીં એક યુવકે તેના એક મિત્રને ચેલેન્જ આપી હતી. પછી તેની સાળીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે તેના મિત્રની સાળીના અશ્લીલ ફોટા પાડ્યા અને વીડિયો બનાવ્યા. આ પછી તેણે છોકરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. આરોપીએ યુવતીને બળજબરીથી પોતાની પાસે બોલાવવાનું શરુ કર્યું હતુ. જ્યારે યુવતીએ ના પાડી ત્યારે વીડિયો અને ફોટા વાઈરલ કરી દીધા, જેથી મહિલા ખૂબ આઘાતમાં સરી પડી હતી. આરોપી યુવકની આ હરકતોથી કંટાળીને યુવતીએ અંતે આપઘાત કરી લીધો. આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
જાણો સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર કાનપુરના રાવતપુરમાં રહેતા એક યુવકની પત્ની બાળકને જન્મ આપવાની હતી. તેણે તેની સાળીને મદદ માટે બોલાવી હતી. આ દરમિયાન તેનો મિત્ર ગૌરવ પણ તેના ઘરે આવતો હતો. ડિલિવરી પછી ઘરે એક પાર્ટી હતી, જ્યાં ગૌરવે તેના મિત્રની સાળીને જોઈ ગયો હતો. ગૌરવે તેના મિત્રને પડકાર ફેંક્યો હતો કે ‘હું તારી સાળીને પ્રેમના જાળમાં ફસાવીશ.’ યુવતીના બનેવીએ કહ્યું કે ‘તારામાં આવુ કરવાની હિંમત નથી અને કરી પણ ના શકે. જો કે થોડા દિવસો પછી બનેવીને ખબર પડી કે ગૌરવે તેની સાળીને પ્રેમજાળમાં ફસાવી લીધી છે.
ગૌરવનું વર્તન સારું નહોતું!
એવો આરોપ છે કે ગૌરવનું વર્તન સારું નહોતું. એટલા માટે બનેવીએ તેની સાળીને મળવાની મનાઈ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ગૌરવે તેની સાળીના વાંધાજનક ફોટા અને વીડિયો પણ બનાવી લીધા હતા. થોડા સમય પછી સાળીને બનેવીએ સમજાવતાં ગૌરવને મળવાનું બંધ કરી દીધુ હતુ. જેથી ગૌરવ રોષે ભરાયો હતો. ગૌરવ સાળીનો પીછો કરી ધમકીઓ આપવા લાગ્યો હતો. ગૌરવે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. ધમકી આપી હતી કે ‘જો તું મને મળવા નહીં આવે તો હું વીડિયો વાયરલ કરી દઈશ.’
મૃતકની ગર્ભવતી બહેનના ગંભીર આરોપ
મૃતકની ગર્ભવતી બહેન અને તેના બનેવીએ આરોપ લગાવ્યા છે કે ગૌરવે પાર્ટીમાં સાળીને પ્રેમજાળમાં ફસાવવાની ચેલેન્જ આપી હતી અને પછી તેની સાથે પ્રેમસંબંધ બાધ્યો હતો. બાદમાં બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તે તેને ધમકી આપીને ફોન કરતો હતો. તેણે મંગળવારે પણ તેને ધમકી આપી હતી, જેનાથી મારી સાળી આઘાતમાં સરી પડી હતી અને લાગી આવતાં આપઘાત કરી લીધો છે.
પોલીસે શું કહ્યું?
આ કેસમાં એડીસીપી કપિલ દેવ સિંહ કહે છે કે એક છોકરીએ આત્મહત્યા કરી છે, તેની બહેને FIR નોંધાવી છે કે ગૌરવ નામનો એક યુવક તેને હેરાન કરી રહ્યો હતો. લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો, 2 ની ધરપકડ