
UP: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના એક ગામમાં ઘરમાં સૂતેલા એક યુવાન પાસે સાપ આવી ચઢ્યો હતો. જેથી ગભરાયેલા યુવકે સાપનું મોં પોતાના હાથથી પકડી લીધું અને તેને ત્યાં સુધી મચકોડ્યો જ્યાં સુધી તે મરી ન જાય.
આ આખી ઘટના લલિતપુર જિલ્લાના મદાવરા પોલીસ સ્ટેશન વિસ્તારના તિસ્ગાના ગામની છે. 32 વર્ષીય ગોવિંદ ઘરમાં સૂતો હતો, ત્યારે તેના પર પાસે સાપ આવી પહોંચ્યો હતો. બાદમાં સાપ તેના હાથની આસપાસ લપેટાઈ ગયો. જેના કારણે ગોવિંદે તરત જ સાપનું મોં પકડીને જોરથી દબાવ્યું અને તે પોતે ડરના કારણે નીચે પડી ગયો. તે લગભગ અડધા કલાક સુધી સાપનું મોં દબાવતો રહ્યો, જેના કારણે સાપ મરી ગયો.
ગોવિંદના ડર અને ચીસોને કારણે તેના પરિવારના સભ્યોને લાગ્યું કે તેને કોઈ સાપે કરડ્યો છે. ચિંતાતુર પરિવારે તેને તાત્કાલિક CHC માદાવરામાં દાખલ કર્યો. ડોકટરોએ તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે સાપના ઝેરની તેના પર કોઈ અસર થઈ નથી.
ડોક્ટરોએ જણાવ્યું છે કે તેમને સાપે કરડ્યો પણ નથી. હાલમાં ગોવિંદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથમાં સાપ પકડેલો જોવા મળી રહ્યો છે. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
પરિવારના જણાવ્યા મુજબ ગોવિંદને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે કહેવા લાગ્યો – ડોક્ટર સાહેબ, કૃપા કરીને મને બચાવો, મને સાપે કરડ્યો છે. જોકે તપાસમાં સાપના ડંખની પુષ્ટિ થઈ નથી. પરિવારે જણાવ્યું કે ગોવિંદે લગભગ અડધા કલાક સુધી સાપને હાથમાં પકડી રાખ્યો હતો. સાપ તડફડિયા મારતો રહ્યો, પછી ખબર ન પડી કે તે ક્યારે મરી ગયો. આ ઘટના સ્થાનિક સ્તરે ખૂબ ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:
Telangana: જન્માષ્ટમીની શોભાયાત્રામાં બની દુઃખદ ઘટના, રથમાં કરંટ ઉતર્યો, 5 લોકોના મોત, 4ને ઈજાઓ
Ahmedabad: હોસ્પિટલમાં આસારામના સમર્થકોની મીડિયાકર્મીઓ સાથે મારામારી, દર્દીઓ ધક્કે ચઢ્યા
આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? | Olympics Planning
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા
UP: સેનાના જવાનને ટોલ પ્લાઝા પર બેરહમીથી માર મરાયો, શું છે કારણ?
RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો