
UP Crime: ઉત્તર પ્રદેશના લખનૌના પીજીઆઈ વિસ્તારમાં આવેલા બાબુખેડા ગામમાં બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ગામની રહેવાસી રેણુ યાદવની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ તેના પિયરથી ઘરે પાછી ફરી હતી. વધુમાં તેની હત્યા બાદ તેનો 20 વર્ષિય પુત્ર નિખિલ રહસ્યમય રીતે ગુમ થયો છે. જેના કારણે આ કેસની આસપાસનો સસ્પેન્સ વધુ વધ્યો છે. પોલીસ આ જઘન્ય ગુનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં રહસ્ય ઉકેલવાનો દાવો કરે છે.
રેણુની હત્યા કેવી રીતે થઈ?
રેણુ યાદવ(ઉ.વ.37) ના પતિ રમેશ યાદવ દૂધ વેચીને ગુજરાન ચલાવે છે. રેણુના નાના દીકરા નીતિને પોલીસને જણાવ્યું કે તેની માતા તાજેતરમાં જ તેના પિયરથી ઘરે પાછી આવી હતી. જ્યારે તે સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેની માતાને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ. ઘરનો સામાન વેરવિખેર હતો, અને દિવાલો, ફ્લોર અને સિલિન્ડર પર લોહીના ડાઘા સ્પષ્ટ દેખાતા હતા. આ દરમિયાન તેનો 20 વર્ષનો દીકરો નિખિલ ઘરમાંથી ગાયબ હતો અને તેની બાઇક પણ દેખાઈ ન હતી.
લૂંટ અને હત્યાનો કેસ
પોલીસે પુષ્ટિ આપી છે કે ઘટનાસ્થળેથી આશરે રુ. 5-6 લાખનો સામાન ચોરાઈ ગયો છે. પ્રારંભિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રેણુની હત્યા ભારે વસ્તુ મારીને કરવામાં આવી છે. જોકે, આ કેસમાં ફક્ત ચોરી અને હત્યા જ નહીં આ સિવાઈ બીજુ પણ કંઈક કારણ હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
ગુમ થયેલો પુત્ર નિખિલ અને તેની શંકાસ્પદ સ્થિતિ
મૃતક મહિલાના પુત્ર નિખિલના અચાનક ગાયબ થવાથી તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને જાણવા મળ્યું કે નિખિલે તેના કાકાને ફોન કરીને દાવો કર્યો હતો કે બંદૂકો સાથે માણસો તેનો પીછો કરી રહ્યા છે. ત્યારબાદ તેનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. પતિ રમેશ યાદવે પોલીસને એક ઓડિયો રેકોર્ડિંગ પણ આપ્યું જેમાં નિખિલે જણાવ્યું હતું કે તેણે લોન લીધી હતી જે તે ચૂકવી શકતો ન હતો, અને તેના કારણે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
સીસીટીવી વીડિયોમાં નિખિલ દેખાયો
સોશિયલ મીડિયા પર ફરતા સીસીટીવી ફૂટેજમાં નિખિલ ઘટના પછી ત્યાંથી જતો જોવા મળે છે. પોલીસ તપાસમાં આ વીડિયોને મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવી રહ્યો છે. આ ઘટનાથી બાબુખેડા ગામના લોકોમાં ગભરાટ ફેલાયો છે.
પોલીસે શું કહ્યું?
ડીસીપી દક્ષિણ નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસ દરેક સંભવિત દ્રષ્ટિકોણથી કેસની તપાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુનેગારોને હત્યા અને લૂંટની અગાઉથી જાણકારી હતી, તેથી પરિવાર અને નજીકના સંબંધીઓ પર પણ શંકા થઈ રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક રીતે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે એમ પણ જણાવ્યું છે કે તેઓ નિખિલની સલામતી અને તેની હાલની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હત્યા, ચોરી અને નિખિલના રહસ્યમય રીતે ગુમ થવા અંગે તપાસ ચાલુ છે. પોલીસને વિશ્વાસ છે કે આ ભયાનક ઘટનાનો ભેદ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે અને ગુનેગારોને સજા થશે.
આ પણ વાંચો:
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….
UP: 75 વર્ષિય વૃધ્ધના 35 વર્ષની કન્યા સાથે લગ્ન, પહેલી રાત પછી પતિનું થઈ ગયું મોત, પત્ની પર…
Delhi: પૂર્વ CM કેજરીવાલનો બંગલો બનશે ગેસ્ટ હાઉસ, આ રહ્યું સૌથી મોટું કારણ!








