
UP: ઉત્તર પ્રદેશના મેરઠના ભુની ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સને લઈને ભારતીય સેનાના સૈનિક સાથે ઝઘડો થયો હતો. આ પછી થયેલા વિવાદ બાદ તેને થાંભલા સાથે બાંધીને માર મારવાનો સનસનાટીભર્યો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ સરુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જો કે વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનું ટોળું દંડા લઈ ટોલ પ્લાઝા પર પહોંચી ગયું હતુ અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી ટોલકર્મીઓ ભાગ્યા હતા. પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો.
In UP’s Meerut, locals attack and vandalise the toll plaza where an Army Jawan returning to base in J&K was assualted by booth staffers. pic.twitter.com/TswRHP8v3t
— Piyush Rai (@Benarasiyaa) August 18, 2025
આખી ઘટના જાણો?
પીડિત સૈનિક કપિલ (ઉ.વ. 26) ગોટકા ગામ પોલીસ સ્ટેશન સરુરપુર મેરઠનો રહેવાસી છે . કપિલ ભારતીય સેનામાં સૈનિક છે અને હાલમાં શ્રીનગરમાં તૈનાત છે. એક મહિનાની રજા બાદ તે રવિવારે દિલ્હી થઈને શ્રીનગરમાં ડ્યુટી જોઇન કરવા જઈ રહ્યો હતો. સોમવારે સવારે 5 વાગ્યે તેની શ્રીનગર જવાની ફ્લાઇટ હતી. કપિલના કાકાનો પુત્ર શિવમ પણ તેની સાથે કારમાં હાજર હતો. મેરઠ-કરનાલ હાઇવે પર ભૂની ટોલ પ્લાઝા પર તેની કાર પહોંચતાની સાથે જ ટોલ સ્ટાફે ટોલ માંગ્યો.
ટોલ ટેક્સ પર વિવાદ
કપિલ કહે છે કે તેણે પોતાનું આર્મી કાર્ડ બતાવ્યું અને કહ્યું કે તે સ્થાનિક રહેવાસી અને સેનાનો સૈનિક છે. તેણે કહ્યું કે તેને દિલ્હીથી ફ્લાઇટ પકડવાની છે, તેથી તેને જવાની મંજૂરી આપો. પરંતુ ટોલ સ્ટાફે ફરીથી ટોલ માંગ્યો. આ મુદ્દે દલીલ શરૂ થઈ. આ દરમિયાન ટોલ પ્લાઝાના સુરક્ષા ઇન્ચાર્જ બિટ્ટુ (32) રહેવાસી ચુર ગામ પોલીસ સ્ટેશન સરધાના અને સ્ટાફ અમિત રહેવાસી બાગપત પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. વિવાદ એટલો વધી ગયો કે ઝઘડો શરૂ થઈ ગયો.
સૈનિકને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો
#मेरठ के कपिल कश्मीर में तैनात भारतीय सेना के जवान है
छुट्टी खत्म होने पर ज्वाइनिंग के लिए घर से निकले और टोलप्लाजा पर जाम में फंस गए
टोल पर जल्द निकलने की रिक्वेस्ट की तो उनके साथ गुंडागर्दी हुई. टोलप्लाजा के गुंडों ने उन्हें लात घूंसा, लाठी से तालिबानी अंदाज में पीटा है pic.twitter.com/kINHa9HHDY
— Narendra Pratap (@hindipatrakar) August 17, 2025
આરોપ છે કે ટોલ સ્ટાફે કપિલને પકડી લીધો, તેને થાંભલા સાથે બાંધી દીધો અને લાકડીઓથી માર માર્યો. આ ઝઘડામાં કપિલને નાક અને માથામાં ઈજા થઈ હતી. બીજી તરફ, ટોલ સ્ટાફના બિટ્ટુ અને અમિતને પણ ઈજા થઈ હતી. તેમને સારવાર માટે સરુરપુર સીએચસી મોકલવામાં આવ્યા હતા. ઘાયલ કપિલે ફોન પર તેના પરિવારને જાણ કરી. થોડા સમય પછી, 10-15 ગ્રામજનો અને વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ કાર્યકર અભિષેક ચૌહાણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે ટોલ પર હોબાળો મચાવ્યો અને આરોપી કર્મચારીઓને હટાવવાની માંગ કરી.
હંગામો અને પોલીસ હસ્તક્ષેપ
વધતા જતા હોબાળાની માહિતી મળતાં, સરધના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ગ્રામજનો અને અભિષેક ચૌહાણે સ્પષ્ટપણે કહ્યું કે સેનાના જવાનને માર મારનાર સ્ટાફને ટોલ પ્લાઝા પરથી દૂર કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ રદ કરવામાં આવે. ટોલ મેનેજર શંકર લાલ શર્માએ ફોન પર NHAI અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો. ટોલ પર રાત્રે લગભગ 9:30 વાગ્યા સુધી હોબાળો ચાલુ રહ્યો. અંતે, પોલીસે ગ્રામજનોને પરિસ્થિતિ સમજાવી અને તેમને પાછા મોકલી દીધા.
બંને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસે તપાસ શરૂ
ઝઘડા બાદ બંને પક્ષોએ સરુરપુર પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જવાન કપિલનો આરોપ છે કે ટોલ સ્ટાફે તેમનું કાર્ડ છીનવી લીધું હતું અને તેમને ખરાબ રીતે માર માર્યો હતો. જ્યારે ટોલ સ્ટાફનું કહેવું છે કે સૈનિકે પહેલા તેમના પર હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજય શુક્લાએ જણાવ્યું હતું કે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ વીડિયો અને બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
RSS માં શું મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે?, જુઓ વીડિયો
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ
દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ સહિત અનેક શાળાઓને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ
Election Commission: રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોના ચૂંટણી પંચે કેવા જવાબ આપ્યા?
Delhi: ‘નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી લોકોને મોદીની રેલીમાં લઈ જવાયા’, વીડિયો વાયરલ
Bihar: જીવિત માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો, જાણો પછી શું થયું?