
Meerut: મંગળવારે ઉત્તર પ્રદેશના મેરઠ અને મવાનામાં સમ્રાટ મિહિર ભોજની જન્મજયંતિ પર પરવાનગી વિના શોભાયાત્રા કાઢવા બદલ પોલીસે પથિક સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મુખિયા ગુર્જર સહિત લગભગ 40 લોકોની અટકાયત કરી હતી. બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે પથિક સેના મવાના અને મેરઠ શહેરમાં અલગ અલગ સ્થળોએથી શોભાયાત્રા કાઢવાની તૈયારી કરી રહી હતી, પરંતુ વિવાદની શક્યતાને કારણે પરવાનગી આપવામાં આવી ન હતી. આમ છતાં સમર્થકો શોભાયાત્રા કાઢવા પર અડગ રહ્યા. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ડૉ. વિપિન તાડાએ જણાવ્યું હતું કે મુખિયા ગુર્જર સહિત કુલ 40 લોકોની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેમણે કહ્યું હતું કે અમે પરવાનગી વિના શોભાયાત્રા કાઢીશું.
એસએસપીએ જણાવ્યું હતું કે પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. જેથી કોઈ સરઘસ વગેરે ન નીકળી શકે. તેમણે કહ્યું કે હાલ પૂરતું, બધાને છોડી દેવામાં આવ્યા છે.
મુખિયા ગુર્જરે શું કહ્યું?
“राजपूत रेजिमेंट में जो गुर्जर जाते है उन्हें अलग करो. गुर्जर रेजिमेंट बनाओ. सीने पर गोली लगे गुर्जर के और कंधे पर लिखा होता है राजपूत!
यह हमारे साथ सौतेला व्यवहार है”#मेरठ में सम्राट मिहिरभोज यात्रा के लिए अनुमति ना मिलने से खफा मुखिया गुर्जर आग-बबूला हो गए pic.twitter.com/qZz6oHn4cv
— Narendra Pratap (@hindipatrakar) August 26, 2025
શોભાયાત્રાની પરવાનગી ના આપતાં મુખિયા ગુર્જરે કહ્યું હતુ કે “રાજપૂત રેજિમેન્ટમાં જતા ગુર્જરોને અલગ કરો. ગુર્જર રેજિમેન્ટ બનાવો. ગુર્જરોને છાતીમાં ગોળી વાગે અને ખભા પર રાજપૂત લખેલું હોય!. આ આપણી સાથે સાવકી મા જેવું વર્તન છે.”
શું છે ગુર્જરોને સમસ્યા?
મુખિયા ગુર્જરે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સાથે તેમની લડાઈ 2021 થી ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે દાદરીમાં ભાજપના નેતાઓએ અપમાન તરીકે ધનસિંહ કોટવાલની પ્રતિમા પર કાળો રંગ ફેંક્યો હતો, જેના વિરોધમાં તેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તેમનો પુત્ર હજુ પણ ભાજપ સાથે જોડાયેલો છે. તેમણે ચેતવણી આપી હતી કે 25 સપ્ટેમ્બરે સમગ્ર દેશના ગુર્જર સમુદાય મેરઠમાં એકઠા થશે અને એક મોટું આંદોલન કરવામાં આવશે. આ આંદોલન આ સ્થળથી પરવાનગી વિના શરૂ થશે અને તેમની શક્તિને કોઈ રોકી શકશે નહીં.
આ પણ વાંચો:
Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા
Ahmedabad: BRTS કોરિડોરમાં કાર, ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત, બે લોકોના દર્દનાક મોત
Trump Tariff: મોદી મિત્ર ટ્રમ્પનો ભારત પર 50 ટકા ટેરિફ લાગુ, ભારતની કેટલી તૈયારઓ?
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?