
UP Meerut Fake priest: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી હિન્દુ આસ્થાને ઠેસ પહોંચડતો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અહીં બિહારના એક વ્યક્તિએ પોતાનો દેખાવ, નામ અને ધર્મ બદલીને એવી છેતરપિંડી કરી છે કે તમે જાણીને ચોંકી જશો. છેતરપિંડીના આરોપીનું નામ કાસિમ છે અને તે બિહારનો રહેવાસી છે. કાસિમ મેરઠના એક મંદિરમાં કૃષ્ણના નામથી પૂજારી બની બેઠો હતો. જ્યારે કેટલાક લોકોને કાસિમ પર શંકા ગઈ, ત્યારે કાસિનો ભાંડો ફૂટ્યો. પોલીસે હાલમાં કાસિમને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ મામલો મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના દાદરી ગામનો છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે. કહેવામાં આવી રહ્યું છે કે એક વર્ષ પહેલા માણસ ગામમાં આવ્યો અને પોતાનું નામ કૃષ્ણ પુત્ર સંતોષ રહેવાસી દિલ્હી હોવાનું જણાવ્યું અને ગામલોકો પાસેથી મંદિરમાં રહેવાની પરવાનગી માંગી હતી. મંદિરમાં કોઈ પૂજારી ન હોવાથી કૃષ્ણને મંદિરમાં રહેવાની મંજૂરી આપવામાં આવી. આ પછી આ વ્યક્તિ મંદિરમાં રહીને પૂજા કરવા લાગ્યો. થોડા સમય પછી ગામના કેટલાક લોકોને શંકા ગઈ અને તેમણે કૃષ્ણ પાસેથી તેનું આધાર કાર્ડ માંગ્યું. પરંતુ તે ત્વરિત આધારકાર્ડ આપ્યું નહીં.
આધારકાર્ડ બતાવવામાં ગલ્લાતલ્લા
આ સમય દરમિયાન તે 15 દિવસ સુધી પોતાનું આધાર કાર્ડ લાવવાનું કહીને ગુમ થઈ ગયો. બાદમાં તે મંદિરમાં પાછો આવ્યો અને ત્યાં રહેવા લાગ્યો અને અહીં થોડા દિવસો પહેલા તેનો કેટલાક ગ્રામજનો સાથે હસ્તરેખા વાંચવા અંગે ઝઘડો થયો હતો. બુધવારે ગામલોકોએ કાવડ યાત્રા નિમિત્તે મંદિરમાં ભંડારાનું આયોજન કર્યું હતું. આ વખતે આયોજિત ભંડારામાં પહોંચ્યો અને મંદિરના રૂમમાંથી કેટલીક વસ્તુઓ કાઢવા લાગ્યો.
આ પછી તેને પકડવામાં આવ્યો અને અને તેનું આધારકાર્ડ તપાસ કરતાં તે મુસ્લીમ નિકળ્યો. જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનું નામ કાસિમ જણાવ્યું, જે બિહારનો રહેવાસી છે, નકલી પૂજારીએ હકીકત કબૂલતાં જ હોબાળો મચી ગયો હતો. આરોપ છે કે કાસિમ બિહારનો રહેવાસી છે અને 1 વર્ષથી મેરઠના દાદરીમાં એક મંદિરમાં કૃષ્ણ તરીકે રહેતો હતો અને ત્યાં પૂજા પણ કરતો હતો.
પિતા બિહારમાં મૌલવી
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાસિમના પિતાનું નામ અબ્બાસ છે. તેના પિતા બિહારમાં મૌલવી છે. પોલીસે આરોપી કાસિમને કસ્ટડીમાં લીધો છે. બિહારથી પણ આ મામલાની ચકાસણી કરવામાં આવી રહી છે. મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે પણ દૌરાલા પોલીસ સ્ટેશનની આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે કાસિમ પર દાન ચોરી કરવાનો પણ આરોપ છે.
આ પણ વાંચો:
Thailand Cambodia War: શિવ મંદિર માટે થાઇલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, જાણો શું છે મોટો વિવાદ?
Russia Plane Crash: રશિયામાં અમદાવાદની જેમ વિમાન ક્રેશ, 50 લોકો સવાર હતા, જુઓ